<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ખાંડમાં ક્‍વિન્‍ટલે વધુ રૂ. ૧૧૦ થી ૧૪૦નો ઉછાળો

તંગ પુરવઠા વચ્‍ચે ખાંડ મિલો પર તેજીનું વલણ જોવા મળી રહ્યું છે

નવી મુંબઈ તા.૨૦: સામાન્‍યપણે દેશમાં ઑગસ્‍ટ મહિનાથી તહેવારોની મોસમ શરૂ થતી હોય છે, જે જાન્‍યુઆરી સુધી રહેતી હોય છે અને આ સમય દરમિયાન ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ પ્રબળ રહેતી હોવાથી તંગ પુરવઠા વચ્‍ચે ખાંડ મિલો પર તેજીનું વલણ જોવા મળી રહ્યું છે અને ઉત્તર પ્રદેશમાં એક્‍સ મિલ ધોરણે મિડિયમ ગે્‌રડની ખાંડના ભાવ વધીને ક્‍વિન્‍ટલે રૂ. ૫૪૦૦ અને હોલસેલ ધોરણે ભાવ ક્‍વિન્‍ટલે રૂ. ૫૮૦૦ની સપાટી સુધી પહોંચી ગયાના અહેવાલો હતા. આમ મથકો પરનાં પ્રોત્‍સાહક અહેવાલને ધ્‍યાનમાં લેતા સ્‍થાનિક જથ્‍થાબંધ ખાંડ બજારમાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ક્‍વિન્‍ટલે રૂ. ૧૧૦થી ૧૪૦ અને નાકા ડિલિવરી ધોરણે ક્‍વિન્‍ટલે રૂ. ૫૦થી ૧૧૦ વધી આવ્‍યા હતા.

બજારનાં સાધનોના જણાવ્‍યાનુસાર સ્‍થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્‍ટોકિસ્‍ટોની લેવાલી ઉપરાંત રિટેલ સ્‍તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. તેમ જ મથકો પાછળ હાજરમાં સ્‍મોલ ગે્‌રડની ખાંડના ભાવ ક્‍વિન્‍ટલે રૂ. ૧૨૦થી ૧૪૦ વધીને રૂ. ૫૪૪૦થી ૫૫૮૨માં અને મિડિયમ ગે્‌રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્‍વિન્‍ટલે રૂ. ૧૩૦ અને ઉપલા મથાળેથી રૂ. ૧૧૦ વધીને રૂ. ૫૫૫૦થી ૫૬૮૨ આસપાસ ગુણવત્તાનુસાર ધોરણે રહ્યા હતા.

વધુમાં મથકો પરનાં પ્રોત્‍સાહક અહેવાલ સાથે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્‍થાનિક ડીલરોની માગ પ્રબળ રહેતાં સ્‍મોલ ગે્‌રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્‍વિન્‍ટલે રૂ. ૧૧૦ અને ઉપલા મથાળેથી રૂ. ૧૦૦ વધીને રૂ. ૫૪૧૦થી ૫૪૫૦નાં મથાળે અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્‍વિન્‍ટલે રૂ. ૯૦ અને ઉપલા મથાળેથી રૂ. ૫૦ની તેજી સાથે રૂ. ૫૪૬૦થી ૫૫૫૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા.

(10:24 AM IST)