<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૮૩

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ  

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

નિર્ધન વ્‍યકિતને ધાર્મિક થવું હોય તો તેનામાં પ્રખર પ્રતિભા હોવી જોઇએ. ધનવાન વ્‍યકિતને ધાર્મિક ન થવું હોય તો પ્રખર મૂઢતા  હોવી જોઇએ.ધર્મની યાત્રા ત્‍યારે જ શરૂ થયા છે. જયારે અર્થ અને કામની યાત્રા વ્‍યર્થ થઇ જાય છે. માટે આ જગતમાં બે યાત્રાઓ છે-  એક અર્થ અને કામનીઃ અર્થ છે સાધન, કામ છે સાધ્‍ય! બીજી યાત્રા છે ધર્મ અને મોક્ષનીઃ ધર્મ છે સાધન, મોક્ષ છે સાધ્‍ય! સાધારણતઃ એવું માનવામાં આવે છે કે જે મનુષ્‍યને મોક્ષ પ્રાપ્‍ત કરવો હોય તેણે ધર્મનું અર્જન કરવું જોઇએ. અષ્‍ટાવક ખૂબ ક્રાંતિકાર વાત કરી રહ્યા છે- જે મનુષ્‍યને વસ્‍તુતઃ મોક્ષ પ્રાપ્‍ત કરવો હોય, તેણે ધર્મથી પણ મુકત થઇ જવું જોઇએ. શા માટે? કારણ કે મોક્ષને કામનાનો વિષય બનાવી ન શકાય. મોક્ષ અર્થે કોઇ સાધન નથી. ધર્મ પણ મોક્ષનું સાધન નથી.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:11 AM IST)