હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દહેજમા ભેંસ-બાઇક ન મળ્યાં તો પત્નીને મારી નાખીઃ લાશને સળગાવી હાડકાને કોથળામાં ભર્યા!
કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવીઃ મામલો બિહારના પヘમિ ચંપારણનો

ચંપારણ,તા.૨૦: બિહારના ચંપારણમાં દહેજમાં ભેંસ અને બાઇક ન મળવાને કારણે પત્નીની હત્યાના મામલે આરોપી સુભાષ યાદવને ૬ વર્ષ બાદ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. પતિએ દહેજમાં ભેંસ ન મળવાને કારણે ૨૦૨૦માં પોતાની પત્નીની હત્યા કરી હતી.
આ મામલો બિહારના પヘમિ ચંપારણનો છે. મૃતકની ઓળખ રીના દેવી તરીકે થઈ છે. મૃતકની માતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો. તેમનો આરોપ છે કે દહેજમાં ભેંસ અને બાઇક ન મળવાને કારણે સુભાષે તેમની પુત્રીની હત્યા કરી હતી. જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૦માં રીનાના પતિ સુભાષે રીનાની હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે પહેલા મૃતદેહને સળગાવ્યો અને ત્યારબાદ તેના ટુકડા કરીને અવશેષોને કોથળામાં ભરી દીધા હતા. બાદમાં તેણે આ કોથળાઓનો નિકાલ કરી દીધો હતો.
અદાલતે આ મામલે મૃતક રીના દેવીના પતિ સુભાષને દોષિત ઠેરવ્યો છે અને તેને આજીવન કેદની સજા સંભળાવવાની સાથે ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત પુરાવા નષ્ટ કરવાના મામલે પણ ૭ વર્ષની સજા અને ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ રીના અને સુભાષના સગીર બાળકો માટે આર્થિક સહાય સુનિヘતિ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
પોલીસે મામલાની તપાસમાં વૈજ્ઞાનિક અને તકનીકી પુરાવાઓનો ઉપયોગ કર્યો અને આરોપપત્ર દાખલ કર્યું હતું. ત્યારબાદ મંગળવારે બગહા શહેરમાં વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ માનવેન્દ્ર મિશ્રાની અદાલતે સુભાષ યાદવને રીના દેવીની હત્યા માટે દોષિત ઠેરવ્યો અને સંબંધિત કલમ હેઠળ આજીવન કેદની સજા સંભળાવી હતી. સજા સંભળાવતી વખતે અદાલતે રીના અને સુભાષના બાળકોનું પણ ધ્યાન રાખ્યું હતું. કોર્ટે બાળકોના ઉછેરમાં મદદ માટે બિહાર સરકારને દર મહિને ૪-૪ હજાર રૂપિયા આપવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ તેમને ડીએલસી પુનર્વસન યોજનાનો લાભ આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
