હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના ૧૫ રાજ્યોમાં અતિભારે વરસાદનું રેડ-ઓરેન્જ એલર્ટ
સોૈરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં માત્ર હળવા ઝાપટા વરસી જાયઃ હવામાન ખાતુ

નવી દિલ્હીઃ દેશભરમાં ચોમાસું ફરી એકવાર ભારે જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે ૨૦ ઓગસ્ટે દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચિંતાજનક ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન ક્ષેત્રે સક્રિય થયેલી મજબુત સિસ્ટમ્સના કારણે એકસાથે ૧૫ જેટલા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામા આવ્યું છે.
ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. કયારેક હળવા ઝાપટા પડી શકે છે.
હવામાન વિભાગ મુજબ, ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહેશે. પહાડી વિસ્તારોમાં ભેખડો ધસી પડવાની અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શકયતાને પગલે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં સર્જાયેલા ભેજ અને સાયક્લોનિક સકર્યુલેશનને કારણે આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદી માહોલ જળવાઈ રહેશે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને સામાન્ય જનતાને વીજળીના કડાકા સમયે ખુલ્લામાં ન રહેવા સલાહ આપવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
