<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

બુલીયન માર્કેટમાં પુનઃ તેજી : સોનામાં ૪૦૦૦ અને ચાંદીમાં ૮૦૦૦ રૂા.નો ઉછાળો

સોનુ ૧૦ ગ્રામનો ભાવ વધીને ૧,૬ર,૦૦૦ અને ચાંદીના ભાવ ર,૪૦,૦૦૦ થયા

રાજકોટ, તા., ૨૦ : બુલીયન માર્કેટમાં ફરી તેજી જોવા મળી હતી. સોનામાં ૪૦૦૦ અને ચાંદીમાં ૮૦૦૦ રૂા.નો ઉછાળો થયો  છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં એક જ ઝાટકે ૪૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,પ૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬ર,૦૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૪૦,૦૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૮૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,ર૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ ભાવો વધ્‍યા હતા. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૮,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. ગઇકાલે ચાંદી (૧ કિલો)નો ભાવ ર,૩ર,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૦,૦૦૦ રૂા.થઇ ગયા છે. ગઇકાલે ચાંદીમાં પ,૦૦૦ રૂા. ઘટયા બાદ આજે ૮,૦૦૦ રૂા. વધી ગયા હતા.

 

(1:28 PM IST)