હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસારીઓના ઘરમાં ‘યંત્ર' અને ગુરૂગૃહમાં ‘મહામંત્ર' હોયઃ પૂ. મોરારીબાપુ
અમેરીકામાં જગપ્રસિધ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પરીસરમાં ‘માનસ ગુરૂપ્રસાદ' શ્રીરામકથા : ભારતની આ ત્રિભુવનીય વ્યાસપીઠ વિદ્યાપીઠને મળવા આવી છે

રાજકોટ, તા., ૨૭ : અમેરીકાની જગપ્રસિધ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીના પરીસરમાં પ્રવાહીત થઇ રહેલી રામકથા ‘માનસ ગુરૂપ્રસાદ' ના પાંચમા દિવસે (ગઇકાલે) કથાના પ્રેમસંવાદને આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા કેમ? જવાબ : રામ સેતુબંધ બનાવી શ્રીલ઼કા ગયા છે. સીતાની શોધમાં , રામને લંકાથી નિમંત્રણ ન્હોતુ મળ્યું ! પણ એ સીતા એટલે કે શાંતિની શોધમાં (ભકિતની શોધ) સેતુ બાંધીને ગયા છે. સેતુ બનાવનાર કોઇને મારે નહી તારે, રામે કોઇને માર્યા નથી પણ તાર્યા છે. મારી વ્યાસપીઠ શાંતિ માટે આ વિદ્યાણીઠને મળવા આવી છે. રામ પથ્થર લઇને સેતુ બનાવે છે અને હું પોથી લઇને સેતુ બનાવુ છુ. આજની મોર્ડન દુનિયા સેતુ તોડી રહી છે. ધનુષ તોડો, સેતુ ન તોડો, સેતુ તોડવાની માનસીકતાને કારણે જ યુધ્ધો થઇ રહયા છે. રામના સેતુકાર્યમાં નાનામાં નાના જીવથી માંડીને પર્વતોએ પણ સહકાર આપ્યો છે. ખિસકોલીએ પણ સેવાકર્મ કર્યુ છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના મેનેજમેન્ટ, પ્રોફેસર અને સુત્રધારોને વિનંતી કે જો આપના નિયમોમાં કોઇ ચુક ન આવે તો મારે આ યુનિવર્સિટીને આપણા ભારતના ચાર વેદો-શ્રીરામ ચરીત માનસ અને વાલ્મીકીજીનું રામાયણ એ ગ્રંથો ભેટ અર્પણ કરવા છે.
સેતુબંધની યોજના થઇ ત્યારે એ સેતુનો પ્રથમ પથ્થર કોણે સ્થાપ્યો હતો? શિલાયન્સ કોણે કર્યો? તલગાજરડાના ખુણાને મારા દાદાએ મને કહયું હતુ એ અહલ્યાની શીલા હતી. અહલ્યા અચેતન હતી. રામના ચરણસ્પર્શથી એ ચેતનમય બની પછી એ શીલા રામજીએ લક્ષ્મણને સાચવવા આપી હતી. ત્યારે લક્ષ્મણે પ્રશ્ન નહોતો કર્યો ! રામ આજ્ઞાથી એ શીલા લક્ષ્મણ પાસે રહે છે અને સેતુબંધ વખતે રામે પ્રાયશ્વીત રૂપે કેમ કે રામને એ અફસોસ હતો કે મેં એકસ્ત્રીને ચરણથી સ્પર્શ કર્યો છે. સેતુબંધ વખતે એ શીલા રામજીએ પોતાને હાથે એ પથ્થરનો શિલાન્યાસ કર્યો અને હનુમાનજીએ એ શીલા પર ‘રામ' લખ્યું.
એક પ્રશ્ન પુછાયો છે કે બાપુ, ગુરૂગૃહ અને ગૃહસ્થના ઘર વચ્ચે શું અંતર છે? જવાબ : ઘણુ અંતર છે. આપણે સંસારી છીએ, ગૃહસ્થ છીએ, જયારે ગુરૂગૃહથી આપણને કૃપાપ્રસાદ મળે છે. કેટલાક ભેદ બતાવું (૧) ગૃહસ્થના ઘરમાં આયાસ-પ્રયાસ હોય, સહજતા નથી હોતી, ગુરૂગૃહમાં આયાસ-પ્રયાસ નથી હોતા, સહજ હોય છે. ત્યાં વિષદ નથી હોતો, પ્રસાદ હોય છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે સંસારીઓના ઘરમાં ‘‘યંગ'' હોય છે. જયારે ગુરૂગૃહમાં ‘‘મહામંત્ર'' હોય છે. સાધુને અંગત કશુ હોતુ નથી, સાધુને પંગત અને સાધુ સંગત જ હોય છે.
પૂ. મોરારીબાપુએ કહ્યું કે આપણા ઘરમાં અસૂયા-એટલે કે ઇર્ષા હોય છે, ગુરૂગૃહમાં ઇર્ષા નથી હતોી, અનસૂયા હોય છે. (પ) ગૃહસ્થતા ઘરમાં ર્સ્ધા હોય છે, ગુરૂ ગૃહમાં માતત્ર શ્રધ્ધા હોય છે. (૬) આપણા ઘરમાં સુખ-દુઃખ હોય છે, ગુરૂગૃહમાં સુખ-દુઃખ નથી હોતા, નરસિંહ મહેતા કહે છે ‘‘સુખ દુઃખ મનમાં ન આણીએ રે..'' (૭) આપણા ઘરોમાં ચિંતા હોય છે, ગુરૂગૃહમાં ચિંતન હોય છે (૮) ગૃહસ્થનું ઘર ભરેલું હોય છે, ગુરૂગૃહ ખાલી -બિલકુલ ખાલી હોય છે. (ખાલા) (૯) આપણા જેવા સંસારીઓના ઘરમાં દીપ હોય છે જયારે ગુરૂગૃહમાં ભકિતરૂપી મણી હોય છે, એ ભકિતમણીનો અજવાસ નિરંતર પથરાતો રહે છે. (૧૦) આપણું ઘર સદૈવ પુરાતન છે, જયારે ગુરૂગૃહ કાયમ સનાતન હોય છે. (૪.૮)
- મનોજ જોશી, ‘મજો',
રાજકોટ
મો.૮૧૪૦ર ૧૩૧૩૦,
મો. ૯૪ર૬ર ૪ર૧૧પ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
