<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

તાઇવાન જોરમાં...કમાણી એટલી થઈ છે કે ૨૦૨૭માં દેશના દરેક નાગરિકને આપશે ૩૦,૦૦૦ રૂપિયા

તાઇવાનનું અર્થતંત્ર અગાઉની આગાહી કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે

તાઇવાન,તા.૨૦: તાઇવાનમાં આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ (AI), સેમિકન્‍ડક્‍ટર અને હાઈ-પર્ફોર્મિગ કમ્‍પ્‍યુટિગમાં બૂમના કારણે મજબૂત આર્થિક વૃદ્ધિ થઈ હોવાથી સરકારી આવકમાં જોરદાર વધારો થયો છે એથી તાઇવાન સરકારે આવતા વર્ષે દરેક નાગરિકને ૧૦,૦૦૦ ન્‍યુ તાઇવાન ડોલર (આશરે ૩૦,૦૦૦ રૂપિયા) આપવાની યોજના બનાવી છે. તાઇવાનનું અર્થતંત્ર અગાઉની આગાહી કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે અને દેશ સંભવતઃ નાગરિકો સાથે ખ્‍ત્‍ના લાભો શેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિગ-તેએ દરેક નાગરિકને ૧૦,૦૦૦ ન્‍યુ તાઇવાન ડોલર રોકડમાં આપવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. આ પ્રસ્‍તાવિત ચુકવણી તાઇવાનના ૨૦૨૭ના કેન્‍દ્ર સરકારના બજેટનો એક ભાગ છે અને એનો ખર્ચ લગભગ ૨૩૫.૭ અબજ તાઇવાન ડોલર (આશરે ૭૦,૭૦૦ કરોડ રૂપિયા) થશે. સરકાર બજેટને સંતુલિત રાખીને અને ચોખ્‍ખા દેવામાં વધારો ટાળીને અપેક્ષા કરતાં વધુ મજબૂત આર્થિક વૃદ્ધિના લાભો નાગરિકો સાથે શેર કરવાનો ઇરાદો ધરાવે છે. ૭૦,૭૦૦ કરોડ રૂપિયાના ભંડોળ છતાં તાઇવાનમાં ચોખ્‍ખા દેવામાં વધારો થશે નહીં.

 

(3:25 PM IST)