હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યોગગુરુ રામદેવે 'જેન ઝી' અંગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દા પર સાધ્યું હતું નિશાન; ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર આપી તીખી પ્રતિક્રિયા
સુપ્રીમ કોર્ટની ફટકાર અને પતંજલિના વિવાદોની યાદ અપાવીને કંગનાએ ચરિત્ર પર પાઠ ન ભણાવવા સલાહ આપી, દેશના યુવાનો માટે 'જેન ગટર' શબ્દપ્રયોગ કરવા બદલ રામદેવે માનસિક સંતુલન ગુમાવવાનો પણ કર્યો હતો આરોપ

નવી દિલ્હી: અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રનૌત અને યોગગુરુ બાબા રામદેવ વચ્ચે વાકયુદ્ધ તીવ્ર બન્યું છે. તાજેતરમાં કંગનાએ આજની યુવા પેઢી (Gen Z) અને પ્રદર્શનકારીઓને લક્ષ્ય બનાવીને 'જેન ગટર' (Generation Gutter) કહ્યા હતા, જેના પર બાબા રામદેવે કડક વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતાં કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, "બાબાજી, મારી જવાની કે મારા બેડરૂમ વિશે દિન-દહાડે સપના જોવાનું બંધ કરો".
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન બાબા રામદેવને કંગનાના 'જેન ગટર' વાળા નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું. બાબા રામદેવે કંગનાની યોગ્યતા અને ભૂતકાળ પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે દેશના યુવાનોને 'ગટર' કહેવું એ વિકૃત માનસિકતાની નિશાની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે વ્યક્તિ આવા શબ્દોનો ઉપયોગ કરે છે તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને આ બાબતે તેમની પાર્ટીએ ધ્યાન આપવું જોઈએ.
બાબા રામદેવના આ હુમલા બાદ કંગના રનૌતે પણ વળતો પ્રહાર કરતા બાબા રામદેવને ચરિત્રના પાઠ ન ભણાવવાની સલાહ આપી હતી. કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અફવાઓ અને ગોસિપના આધારે કોઈ અનુમાન લગાવી શકાય છે, પરંતુ મારી સામે કોઈ ફ્રોડ કે છેતરપિંડીનો કેસ નથી. તેણે રામદેવને યાદ અપાવ્યું હતું કે પતંજલિ પ્રોડક્ટ્સના ભ્રામક દાવાઓ બદલ સુપ્રીમ કોર્ટમાંથી તેને ક્યારેય ફટકાર પડી નથી. કંગનાએ દાવો કર્યો હતો કે તેનું ચરિત્ર બાબા રામદેવ કરતાં ઘણું સારું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
