હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
છેલ્લા કેટલાક દિવસોના સતત ઘટાડા બાદ મુહૂર્ત સુધર્યું: સેન્સેક્સ ૬૨૮ પોઇન્ટના મોટા ઉછાળા સાથે ૭૭,૫૩૭.૭૨ ની સપાટીએ અને નિફ્ટી ૧૫૩ પોઇન્ટ મજબૂતી મેળવીને ૨૪,૨૩૧.૮૫ ના સ્તરે સ્થિર: રોકાણકારોએ ધડાધડ ખરીદી કરી
શેરબજારમાં રેડ સિગ્નલ ગાયબ: રિયલ્ટી, પ્રાઇવેટ બેન્ક અને IT શેરોમાં તોફાની તેજી સાથે સેન્સેક્સ-નિફ્ટીમાં કમબેક

મુંબઈ, તા.૨૦: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી મંદીની હેટ્રિક પર આખરે બ્રેક વાગી છે. ગુરુવારે સ્થાનિક શેરબજારના બંને મુખ્ય સૂચકાંકોએ શાનદાર વાપસી કરીને ઘટાડાની શ્રેણીનો અંત આણ્યો હતો. નિફ્ટીમાં સતત સાત દિવસ અને સેન્સેક્સમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ઘટાડાને રિયલ્ટી, ખાનગી બેન્કિંગ અને આઈટી ક્ષેત્રના શેરોમાં આવેલી આક્રમક ખરીદીએ ઉલટાવી દીધો હતો. બજાર બંધ થતાં સમયે રોકાણકારોના ચહેરા પર ફરી એકવાર ખુશી જોવા મળી હતી.
દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૬૨૮.૦૪ પોઇન્ટ એટલે કે ૦.૮૨ ટકાના મોટા ઉછાળા સાથે ૭૭,૫૩૭.૭૨ ની સપાટીએ બંધ રહ્યો હતો. આ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી ઇન્ડેક્સ પણ ૧૫૩.૫૫ પોઇન્ટ (૦.૬૪ ટકા) ની મજબૂતી મેળવીને ૨૪,૨૩૧.૮૫ ના મજબૂત સ્તરે સ્થિર થયો હતો. નિફ્ટીના ટોચના ગેઇનર્સમાં ઇટરનલ, કોટક મહિન્દ્રા બેન્ક અને બજાજ ફાઇનાન્સ અગ્રણી રહ્યા હતા, જેમણે ઇન્ડેક્સને ઉપર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સેક્ટર વાઇઝ વાત કરીએ તો, રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં સૌથી વધુ ચમક જોવા મળી હતી, જ્યાં નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં આશરે ૨ ટકાનો આકર્ષક ઉછાળો નોંધાયો હતો. આ સિવાય પ્રાઇવેટ બેન્કિંગ અને આઇટી શેરોમાં પણ નીચા મથાળે ભારે લેવાલી જોવા મળી હતી. બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, તાજેતરના ભારે કટોકટીપૂર્ણ તબક્કા બાદ શેરના ભાવ ખૂબ નીચે આવી ગયા હોવાથી રોકાણકારોએ 'બાય ઓન ડિપ્સ' (ઘટાડા પર ખરીદી) ની રણનીતિ અપનાવી હતી, જેનાથી બજારની એકંદર સેન્ટિમેન્ટમાં ઝડપી સુધારો થયો છે.
ટેકનિકલ ચાર્ટ પર નજર કરીએ તો, નિષ્ણાતો આગામી સત્રો માટે ૨૪,૧૦૦ અને ૨૪,૦૦૦ ને નિફ્ટી માટે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ગણાવી રહ્યા છે, જ્યારે ૨૪,૩૦૦ અને ૨૪,૫૭૫ પર પ્રતિકાર (Resistance) જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી માટે ૫૭,૭૦૦-૫૭,૮૦૦ ની ઉપર સતત ટ્રેડિંગ નવી તેજીનો માર્ગ મોકળો કરશે, જે ઇન્ડેક્સને ૫૮,૦૦૦ સુધી લઈ જઈ શકે છે. જોકે, વૈશ્વિક પરિબળો, બોન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઇલના ભાવ આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરવામાં નિર્ણાયક રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
