હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતના બંદરો અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં રોકાણની નવી તકો અંગે મુંબઈમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્ટેકહોલ્ડર મીટ
વર્ષ 2047 સુધીમાં ગુજરાતની પોર્ટ ક્ષમતા 3,000 MMTPAથી વધુ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક: 6 ગ્રીનફિલ્ડ પોર્ટ્સ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડ્સ માટે EOI આધારિત રોકાણની તકો રજૂ કરાઈ: કુચડી ખાતે પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું: 15થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વિવિધ દેશોના ડિપ્લોમેટ્સ તથા પોર્ટ ઓપરેટર્સની સક્રિય સહભાગિતા

મુંબઈ:ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા મુંબઈના તાજ સાંતાક્રુઝ ખાતે “સ્ટેકહોલ્ડર મીટ – Ports and Shipyards Development in Gujarat”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના પોર્ટ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં ઉભરી રહેલી રોકાણની તકોને દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગજગત સમક્ષ રજૂ કરવા માટે યોજાયેલી આ બેઠકમાં આશરે 200 જેટલા હિતધારકો જોડાયા હતા.
ગુજરાતને વૈશ્વિક મેરીટાઇમ પાવરહાઉસ તરીકે વધુ મજબૂત બનાવવાના રાજ્ય સરકારના વિઝન અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં 2047 સુધીમાં ગુજરાતની પોર્ટ ક્ષમતા 3,000 MMTPAથી વધુ કરવાની મહત્વાકાંક્ષી દિશા રજૂ કરવામાં આવી હતી.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વિકસતા મેરીટાઇમ ઇકોસિસ્ટમમાં વ્યૂહાત્મક રોકાણો અને ઉદ્યોગ ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો તેમજ પોર્ટ, શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખાનગી ક્ષેત્ર માટે નવી તકો ઊભી કરવાનો હતો. આ પહેલ ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રણી મેરીટાઇમ અને લોજિસ્ટિક્સ હબ તરીકે વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમમાં 15થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત દેશ-વિદેશના અગ્રણી પોર્ટ ઓપરેટર્સ, શિપબિલ્ડર્સ, રોકાણકારો, નાણાકીય સંસ્થાઓ, ડેવલપર્સ તથા મેરીટાઇમ ક્ષેત્રના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વમાં ઇન્ડોનેશિયા, ઇટાલી અને નોર્વેના કોન્સલ જનરલ, તેમજ સિંગાપોર, પોર્ટ ઓફ રોટરડેમ અને રિપબ્લિક ઓફ કોરિયાના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી. આ મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારી ગુજરાતના મેરીટાઇમ ઇકોસિસ્ટમ અને પોર્ટ આધારિત વિકાસની તકો પ્રત્યે વિશ્વસ્તરે વધી રહેલા રસને પ્રતિબિંબિત કરે છે.
સ્ટેકહોલ્ડર મીટ દરમિયાન ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા નવા ગ્રીનફિલ્ડ પોર્ટ્સના વિકાસ તેમજ શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ગુજરાતમાં ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો.
ખાસ કરીને EOI (Expression of Interest) આધારિત રોકાણની તકોમાં 6 ગ્રીનફિલ્ડ પોર્ટ્સ અને 4 શિપબિલ્ડિંગ યાર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કુચાડી ખાતે પ્રસ્તાવિત મેગા શિપબિલ્ડિંગ ક્લસ્ટર પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
આ પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં પોર્ટ, શિપબિલ્ડિંગ, શિપ રિપેર અને મરીન મેન્યુફેક્ચરિંગનું એક મજબૂત અને સંકલિત ઇકોસિસ્ટમ વિકસાવવાનો માર્ગ મોકળો થશે.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO ડૉ. અજય કુમાર, IASએ ગુજરાતની મેરીટાઇમ ક્ષેત્રની વિકાસગાથા અને આગામી તબક્કાના વિસ્તરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત સરકારના પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ હરીત શુક્લા, IASએ નીતિની સાતત્યતા, રોકાણકારોના વિશ્વાસ અને ગુજરાતના PPP આધારિત મેરીટાઇમ ડેવલપમેન્ટ મોડલ પર ભાર મૂક્યો હતો.
ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ શ્યામ જગન્નાથન, IASએ પણ ઉપસ્થિતોને સંબોધિત કરીને ગુજરાતના મેરીટાઇમ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ અને રોકાણની તકોને સમર્થન આપ્યું હતું.
“Investing in Gujarat’s Next Generation Ports” વિષયક પ્રથમ સત્રમાં ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સત્રનું સંચાલન EYના પાર્ટનર/પ્રિન્સિપલ અને નેશનલ લીડર (Transport) મિહિર જી. શાહએ કર્યું હતું. તેમાં Allcargo Groupના ચેરમેન શશી કિરણ શેટ્ટી, JM Baxi Groupના મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવ કોટક, Gujarat Pipavav Port Limited (APM Terminals)ના COO ક્લિન્ટ કાર્માઇકલ અને DP World Indiaના CEO – Ports & Terminals, Nava Sheva જીબુ કુરિયન ઇટ્ટી સહિતના અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા
“Investing in Gujarat’s Emerging Shipbuilding & Marine Manufacturing Ecosystem” વિષયક બીજા સત્રમાં ગુજરાતમાં શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રહેલી વિશાળ તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ સત્રમાં *SBI Venturesના Maritime Investment Fundના Principal Investment Officer રજત ગોયલ, Cochin Shipyard Limitedના Director (Shipbuilding) ડૉ. હરિ કૃષ્ણન એસ., Swan Defence and Heavy Industries Limitedના CEO રિયર એડમિરલ વિપિન કુમાર સક્સેના (નિવૃત્ત) અને Garden Reach Shipbuilders & Engineers Limitedના Cmde PR Hari, IN (Ret.)*એ ભાગ લીધો હતો.
સ્ટેકહોલ્ડર મીટ દરમિયાન સંભવિત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓને EOI હેઠળ રજૂ કરવામાં આવેલી તકો અંગે પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરવાની તક મળી હતી.
કાર્યક્રમના અંતે નેટવર્કિંગ તેમજ B2G અને રોકાણકારો સાથેના સીધા સંવાદ સત્રો યોજાયા હતા. આ દરમિયાન સંભવિત રોકાણકારોએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને સંબંધિત હિતધારકો સાથે સીધો સંપર્ક સાધીને વિવિધ પ્રોજેક્ટ્સ, રોકાણની તકો અને આગળની પ્રક્રિયા અંગે જરૂરી માહિતી મેળવી હતી.
ગુજરાતની વ્યૂહાત્મક દરિયાઈ ભૌગોલિક સ્થિતિ, મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગલક્ષી નીતિઓ અને રોકાણકારમૈત્રી અભિગમને કારણે રાજ્ય આગામી વર્ષોમાં ભારતના જ નહીં પરંતુ વૈશ્વિક પોર્ટ, શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા તરફ અગ્રેસર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
