હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'વંદે માતરમ' વિવાદ પર કંગના રનૌતનો શર્મિલા ટાગોર પર પલટવાર: કહ્યું– "કૃપા કરીને હિન્દુ-મુસ્લિમ માનસિકતામાંથી બહાર આવો, કળાને ધર્મમાં ન બાંધો"
રાષ્ટ્રીય ગીત પર શર્મિલા ટાગોરની ટિપ્પણીથી આઘાત લાગ્યાનું વ્યક્ત કરતાં કંગનાએ લખી ભાવુક નોટ; કહ્યું– 'વંદે માતરમ' એ દેશની સ્વતંત્રતા સંગ્રામની અમર ભાવના છે

મુંબઈ : ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ને લઈને દેશભરમાં શરૂ થયેલા વિવાદ વચ્ચે હિન્દી સિનેમાની બે જાણીતી અભિનેત્રીઓ સામસામે આવી ગઈ છે. પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરે તાજેતરમાં એક નિવેદન આપતા દાવો કર્યો હતો કે 'વંદે માતરમ' ગીતના કેટલાક શ્લોક ચોક્કસ સમુદાયોની ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત નથી. શર્મિલા ટાગોરની આ ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપતા અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરીને પોતાનો આક્રોશ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
કંગના રનૌતે લખ્યું કે, શર્મિલાજીએ પોતાના વિચારો ખુલ્લેઆમ મૂક્યા તે સરાહનીય છે, પરંતુ એક કલાકાર તરીકે કવિતા અને કળા વિશે તેમના વિચારો આટલા મર્યાદિત અને સંકુચિત હોઈ શકે તે જાણીને તેમને ભારે આઘાત લાગ્યો છે. કંગનાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કવિતા કે રાષ્ટ્રીય ગીતોમાં વપરાતા શબ્દો એ રૂપકો (Metaphors) હોય છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત 'વંદે માતરમ' એ કોઈ ચોક્કસ ધાર્મિક પૂજા નથી પરંતુ તે માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને સ્વતંત્રતા સંગ્રામની અખંડ ભાવનાનું પ્રતિક છે.
કંગનાએ શર્મિલા ટાગોરને અપીલ કરતા કહ્યું કે, "આપણે ભલે એક જ ઈશ્વરમાં માનતા હોઈએ, પણ કૃપા કરીને દરેક બાબતને હિન્દુ-મુસ્લિમ માનસિકતાના ચશ્માથી જોવાનું બંધ કરો." તેણે ઉમેર્યું કે જેમ સ્વામી વિવેકાનંદે યુવાનોમાં શક્તિ જગાડવા માટે શક્તિશાળી ઉપમાઓ આપી હતી, તેમ રાષ્ટ્રગીત પણ દેશવાસીઓમાં ઊર્જા અને દેશભક્તિ જગાડવાનું કામ કરે છે. જોકે, કંગનાએ અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે શર્મિલા ટાગોર પ્રત્યે તેના મનમાં અંગત પ્રેમ અને આદર હંમેશાં રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
