હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્માર્ટફોન માર્કેટમાં મોટો ધડાકો: હવે ફક્ત કેમેરા કે બેટરી નહીં : 82% ભારતીયો ફોન ખરીદતા પહેલા 'AI' સુવિધાઓ જુએ છે!
એમેઝોનના જુલાઈ 2026ના સર્વેમાં 40,000થી વધુ ગ્રાહકોના પ્રતિભાવોમાં ચોંકાવનારો ખુલાસો: સેમસંગ પણ 27 ઓગસ્ટે પોતાનો નવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સજ્જ ફોન લોન્ચ કરવા માટે તૈયાર

નવી દિલ્હી : ભારતમાં સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકોની પસંદગીમાં હવે બહુ મોટો બદલાવ આવ્યો છે. અત્યાર સુધી લોકો નવો ફોન લેતી વખતે માત્ર કેમેરા મેગાપિક્સલ અને બેટરી એમએએચ જ જોતા હતા, પરંતુ હવે કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI (સ્માર્ટફોન ખરીદી માટેનો સૌથી મોટો નિર્ણાયક પરિબળ બની ગયો છે. એમેઝોન દ્વારા જુલાઈ 2026માં યોજાયેલા ‘બેસ્ટ ઇન ટેક’ સર્વેક્ષણમાં દેશભરના 40,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સર્વેના પરિણામો દર્શાવે છે કે 82% ગ્રાહકો માટે સ્માર્ટફોનમાં રહેલી AI સુવિધાઓ તેમની ખરીદીના નિર્ણયને સીધી રીતે પ્રભાવિત કરે છે. લોકો હવે એવા હેન્ડસેટ પસંદ કરી રહ્યા છે જે માત્ર સ્માર્ટ જ નહીં પણ દૈનિક કામકાજને સરળ બનાવવામાં મદદરૂપ બને.
આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે યુઝર્સને સૌથી વધુ કઈ AI સુવિધાઓ ગમે છે. 25% લોકોએ 'કોન્ટેક્સ્ટ્યુઅલ આસિસ્ટન્સ' ને પોતાની પ્રથમ પસંદગી ગણાવી હતી, જે સ્ક્રીન પર ચાલતા કામને સમજીને તરત જ મદદ પૂરી પાડે છે. આ સિવાય, 18% લોકો માટે જનરેટિવ ફોટો એડિટિંગ, 17% લોકો માટે વિઝ્યુઅલ સર્ચ અને 11% લોકો માટે એડેપ્ટિવ બેટરી મેનેજમેન્ટ સૌથી મહત્વપૂર્ણ ફિચર્સ સાબિત થયા છે. AIના આ ક્રેઝને વટાવવા માટે દિગ્ગજ ટેક કંપની સેમસંગ પણ 27 ઓગસ્ટે શક્તિશાળી કેમેરા અને આધુનિક AI ફીચર્સ ધરાવતો નવો Galaxy S26 FE સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.
જોકે, AI તરફનો આ ઝુકાવ હોવા છતાં ગ્રાહકો ફોનની મૂળભૂત બાબતો ભૂલ્યા નથી. 87% લોકો માટે આજે પણ પ્રોસેસરનું પર્ફોર્મન્સ અને સ્પીડ સૌથી પ્રાથમિક બાબત છે. ત્યારબાદ 79% લોકો બેટરી લાઈફ અને 77% લોકો કેમેરા ક્વોલિટીને મહત્વ આપે છે. સર્વે મુજબ 42% ગ્રાહકો ₹25,000 થી ₹50,000 ની બજેટ રેન્જમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છે અને 48% યુઝર્સ આગામી ત્રણ મહિનામાં પોતાનો હેન્ડસેટ અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે. વિશેષ વાત એ છે કે ખરીદી કરતી વખતે 47% લોકો માત્ર ડિસ્કાઉન્ટ કે ઑફર્સ કરતાં રેટિંગ્સ અને રિવ્યૂઝને વધુ પ્રાધાન્ય આપે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
