હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th August 2026
વધતા ભાવ અટકાવવા સરકારે 10 લાખ મેટ્રિક ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાતને મંજૂરી આપી
જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા ઘટાડી :છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં લગભગ 40%નો તીવ્ર ઉછાળો

નવી દિલ્હી : તહેવારોની શરૂઆત પહેલાં ખાંડના વધી રહેલા ભાવ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સામાન્ય નાગરિકોના રસોડાનું બજેટ ન બગડે તે માટે સરકારે 10 લાખ (1 મિલિયન) મેટ્રિક ટન શુલ્ક-મુક્ત(ડ્યૂટી-ફ્રી) ખાંડની આયાતને મંજૂરી આપી છે અને જથ્થાબંધ ખરીદદારો માટે સ્ટોક મર્યાદા ઘટાડી દીધી છે. તહેવારોની સીઝન શરૂ થતાં પહેલાં ગ્રાહકોને મોંઘવારીનો માર ન પડે તે માટે સરકારે આ કડક પગલું ભર્યું છે. છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં લગભગ 40%નો તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ઘરઆંગણે ખાંડનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને કિંમતોને નિયંત્રણમાં રાખવાનો છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
