<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

મુંબઈમાં મરાઠી ભાષા વિવાદ પર RTO ની મોટી કાર્યવાહી: અનેક વાહનચાલકો સામે કડક પગલાં

તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર પરિવહન અને વાહનો સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે,

મુંબઈમાં મરાઠી ભાષાના વિવાદને લઈને પ્રાદેશિક પરિવહન કાર્યાલય દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનું પાલન ન કરનારા અને મરાઠી ભાષાના મુદ્દાને લઈને ગેરવર્તણૂક કરનારા વાહનચાલકો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. RTO અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં ખાસ ઝુંબેશ ચલાવીને નિયમભંગ કરનારા ચાલકો સામે કાનૂની પગલાં લીધા છે. આ કાર્યવાહીને પગલે વાહનચાલકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેર પરિવહન અને વાહનો સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે, અન્યથા આગામી દિવસોમાં વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(11:51 PM IST)