<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

તુર્કિયે જતા હથિયારોના જહાજનું ચાંચિયાઓએ કર્યું અપહરણ, 6 ભારતીય સહિત 10 ક્રૂ સભ્યોને બંધક બનાવાયા

જહાજ પર કબજો કર્યા બાદ જહાજને લગભગ આઠ ચાંચિયાઓ કિનારા તરફ લઈ ગયા :હેલિકોપ્ટર અને ડ્રોન પરિસ્થિતિ પર નજર

સોમાલિયાના પન્ટલેન્ડ કિનારેથી ચાંચિયાઓએ કાર્ગો જહાજ M/V LUTUFનું અપહરણ કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર એટલા માટે પણ ગંભરી છે કારણ કે, આ જહાજમાં શસ્ત્રો, સંદેશાવ્યવહાર અને ઉપગ્રહ સાધનો હતા જે તુર્કીયે જવા માટે નિર્ધારિત હતા. સોમવારે આઇલ જિલ્લા નજીક કેમરૂન ધ્વજવંદન કરાયેલ જહાજને કબજે કરવામાં આવ્યું હતું. આ જહાજ પર કુલ 10 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં છ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.

 

ક્રૂમાં એક તુર્કીયેનો નાગરિક, એક જ્યોર્જિયન નાગરિક અને બે સર્બિયન સુરક્ષા જવાન પણ સામેલ હતા.  જહાજ પર કબજો કર્યા બાદ જહાજને લગભગ આઠ ચાંચિયાઓ કિનારા તરફ લઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.  એવી શંકા છે કે, એપ્રિલમાં M/V સ્વર્ડના અપહરણમાં પણ આ જ ગેંગ સામેલ હતી. 2 તુર્કીયેના જહાજો ઘટનાસ્થળે પહોંચ્યા હોવાના એહવાલ છે. જ્યારે હેલિકોપ્ટર અને ડ્રોન પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(1:09 AM IST)