હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th August 2026
બાળકો માટે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ એ નીતિગત વિષય અને કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે: દિલ્હી હાઇકોર્ટ
ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને મનમીત પીએસ અરોરાની બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચા કરીને આ અંગે યોગ્ય નીતિગત નિર્ણય લેશે.

નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું કે બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો કે કેમ તે સંપૂર્ણપણે એક નીતિગત વિષય છે, જે કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા અને ૧૩થી ૧૬ વર્ષના વય જૂથ માટે કન્ટેન્ટનું નિયમન કરવા અંગેની જાહેર હિતની અરજીનો નિકાલ કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ વી. કામેશ્વર રાવ અને મનમીત પીએસ અરોરાની બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચા કરીને આ અંગે યોગ્ય નીતિગત નિર્ણય લેશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
