<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

દિલ્હીમાં ફિલ્મી દ્રશ્યો :આઠથી દસ શખ્સોએ CBI અધિકારીઓનો વેશ ધારણ કરી એક ઉદ્યોગપતિના ઘરે દરોડો પાડવાનો પ્રયાસ કર્યો

ઉદ્યોગપતિની પત્નીએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો અને પડોશીઓએ સર્ચ વોરંટની માંગણી કરતાં નકલી અધિકારીઓની પોલ ખુલી ગઈ

નવી દિલ્હી :દિલ્હીના રોહિણી વિસ્તારમાં બોલિવૂડ ફિલ્મ સ્પેશિયલ 26  જેવી ઘટના સામે આવી છે, જ્યાં આઠથી દસ શખ્સોએ સીબીઆઈ અધિકારીઓનો વેશ ધારણ કરીને એક ઉદ્યોગપતિના ઘરે દરોડો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉદ્યોગપતિની પત્નીએ દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો અને પડોશીઓએ સર્ચ વોરંટની માંગણી કરતાં નકલી અધિકારીઓની પોલ ખુલી ગઈ હતી. વોરંટ કારમાં હોવાનું બહાનું ધરીને આ જૂથ ત્યાંથી ફરાર થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના ઘર પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે દિલ્હી પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:31 PM IST)