હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
NRI ગ્રાહકના લોકરમાંથી ૮૨ લાખના સોનાની ઉચાપત
પ્રાઇવેટ બેન્કમાં ગોલમાલ, ૪ દિવસમાં પોલીસે કેસ ઉકેલ્યોઃ બેન્કના ડેપ્યુટી મેનેજરે જ કરી તફડંચી

મુંબઇ તા.૨૧: કાંદિવલીની એક પ્રાઇવેટ બેન્કના ડેપ્યુટી બ્રાન્ચ-મેનેજર કુલદીપ સાહનીની નોન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) ગ્રાહકના બેન્ક-લોકરમાંથી આશરે ૮૨ લાખ રૂપિયાની કિમતનાં ૬૧૦ ગ્રામ સોનાનાં ઘરેણાંની ઉચાપત કરવાના ગુનામાં પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.
દુબઈમાં સ્થાયી થયેલા ૭૨ વર્ષના વૃદ્ધ ગ્રાહકે ૨૦૨૪ના માર્ચમાં પોતાના કાંદિવલીની બેન્કના લોકરમાં દાગીના મૂક્યા હતા. તાજેતરમાં તેઓ બેન્કમાં લોકર તપાસવા ગયા ત્યારે દાગીના ગાયબ જણાયા હતા. આ વિશે બેન્કના અધિકારીઓ પાસેથી યોગ્ય જવાબ ન મળતાં આખરે ૧૨ ઑગસ્ટે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટના જૂની હોવાથી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાનાં ફુટેજ મળવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ફરિયાદીને લોકરની ફાળવણી ડેપ્યુટી મેનેજર જ કરી હતી. પોલીસે ડેપ્યુટી મેનેજરના બેન્ક-ખાતાની તપાસ કરતાં ૯ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. એમાંના મોટા ભાગના વ્યવહારો ગોલ્ડ લોન આપતી ફાઇનેન્સ કંપનીઓ સાથે થયેલા હતા. પોલીસે એ કંપનીઓ પાસેથી ગિરવી મુકાયેલા દાગીનાના ફોટોગ્રાફસ મેળવીને ફરિયાદીનાં ઘરેણાં ઓળખી કાઢ્યાં હતાં અને મુદ્દામાલ રિકવર કરીને ફરિયાદના ૪ દિવસમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
