<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

દેશની ૬ ફૂડ કંપનીઓને ૧૦૦% શુદ્ધતાનો દાવો ભારે પડ્‍યો

FSSAI એ ૧૦૦% શુદ્ધ જેવા દાવા કરતી કંપનીઓ સામે લાલ આંખ કરીઃ કંપનીઓએ બદલ્‍યા લેબલ : ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ Amway India, Emami, Bonn Biscuits સહિત ૬ કંપનીઓને તેમના પેકેજિંગ અને જાહેરાતોમાંથી ૧૦૦% શબ્‍દ હટાવવાની ફરજ પડી

નવી દિલ્‍હી તા.૧૦:  શું તમે બજારમાંથી ૧૦૦% શુદ્ધ, ૧૦૦% નેચરલ કે ૧૦૦% અસલી લખેલું વાંચીને કોઈ પ્રોડક્‍ટ ખરીદો છો? જો હા, તો સાવધાન થઈ જાવ! આવી લોભામણી જાહેરાતોથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ પર ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા(FSSAI) એ લાલ આંખ કરી છે. FSSAI કડક પગલાંને કારણે એમવે ઈન્‍ડિયા, ઈમામી અને બોન બિસ્‍કિટ્‍સ સહિત ૬ મોટી ફૂડ કંપનીએ તેમના પેકેજિગ અને જાહેરાતોમાંથી ૧૦૦%  શબ્‍દ હટાવવાની ફરજ પડી છે.

હાલમાં જ FSSAI એ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓને સ્‍પષ્ટ નિર્દેશ આપ્‍યા હતા કે તેઓ લેબલ, પેકેજિંગ કે પ્રમોશનલ મટિરિયલ પર ૧૦૦% શબ્‍દનો ઉપયોગ કરવાનું તાત્‍કાલિક બંધ કરે. નિયમનકારના મતે, આ શબ્‍દ ગ્રાહકોના મનમાં પ્રોડક્‍ટની સંપૂર્ણ શુદ્ધતા કે શ્રેષ્ઠતા અંગે ખોટી છાપ ઊભી કરે છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (જાહેરાત અને દાવાઓ) નિયમો, ૨૦૧૮ મુજબ, ખોરાકના દાવા સાચા, સ્‍પષ્ટ, અર્થપૂર્ણ અને ભ્રામક ન હોવા જરૂરી છે.

FSSAI ના હસ્‍તક્ષેપ બાદ નીચે મુજબની ૬ કંપનીઓએ ભૂલ સ્‍વીકારીને તેમના દાવા પાછા ખેંચ્‍યા છે. Bonn Biscuits: કંપનીએ પોતાની વેબસાઇટ પરથી બોન ક્‍યૂમિન ફલેવર જીરા બાઇટ બિસ્‍કિટની જાહેરાતમાંથી ૧૦૦% નો દાવો હટાવ્‍યો.

Emami અને Apis India: ઝંડુ હની (Emami) અને એપિસ હનીના વેચાણકર્તાઓએ નિયમનકારની ચેતવણી બાદ લેબલ પરથી ૧૦૦%  Honeyનો દાવો દૂર કરી દીધો છે.

Amway India: તેમના પર્સોના ૧૦૦% શુદ્ધ નાળિયેર તેલના પેકેજિગ અને માર્કેટિંગમાંથી આ શબ્‍દ હટાવ્‍યો. કંપનીએ બજારમાંથી જૂનો સ્‍ટોક પાછો ખેંચી લીધો છે અને સપ્‍ટેમ્‍બર-ઓક્‍ટોબર ૨૦૨૬ સુધીમાં તબક્કાવાર નવું પેકેજિગ લાવવાની યોજના બનાવી છે.

Juza Foods (કેરળ): આ કંપની બાળકોના ખોરાક પર 100% Ragi", 100% Vegan" અને ૧૦૦% ક્‍લીન ઇન્‍ગ્રેડિયન્‍ટ્‍સૅ જેવા દાવા કરતી હતી. તેમણે નિયમોનું ઉલ્‍લંઘન સ્‍વીકાર્યું અને સમસ્‍યાઓ ઉકેલાય ત્‍યાં સુધી પોતાની વેબસાઇટ ઓફલાઇન કરી દીધી.

Masterchow Foods: આ કંપનીએ પોતાના રામેન નૂડલ્‍સ પરથી ૧૦૦% અને ૧૦૦% કુદરતીૅનું લેબલ હટાવ્‍યું. FSSAI મતે સંયુક્‍ત ખોરાકને કુદરતી ગણાવી શકાય નહીં, કારણ કે તે ૨૦૧૮ ના નિયમોની વિરુદ્ધ છે.

આ ઉપરાંત, તાજેતરના અહેવાલો મુજબ ‘ડાબર' જેવી અન્‍ય કંપનીઓને પણ મધ, એપલ વિનેગર અને નાળિયેર પાણી જેવી પ્રોડક્‍ટ્‍સ પર ભ્રામક દાવાઓ રોકવા માટે નિર્દેશ આપવામાં આવ્‍યો છે. FSSAI આ નિર્ણય ખાદ્ય સુરક્ષા સુનિヘતિ કરવા અને ગ્રાહકોને છેતરપિડીથી બચાવવા માટે આવકારદાયક પગલું છે.

(10:28 AM IST)