હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોમવર્ક કરીને નહીં આવતા ટીચરે LKGના બાળકને લાફો માર્યોઃ તરફડીયા મારતા મોત થયું
પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

વિશાખાપટ્ટનમ તા.૨૧: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં ૬ વર્ષના એલકેજીના વિદ્યાર્થીના મોત બાદ હડકંપ મચી ગયો છે. આરોપ છે કે હોમવર્ક પૂરું નહીં કરવાના કારણે ટીચરે બાળક પર ગુસ્સો કર્યો અને થપ્પડ મારી જેની થોડી વાર પછી બાળક અચાનક ઢળી પડ્યો. હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો.
ઘટના શહેરના લિટિલ ગાર્ડન સ્કૂલની હોવાનું કહેવાય છે. મૃત બાળકની ઓળખ પ્રણય તેજ તરીકે થઈ છે. ઘટના બાદ પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
ઘટના સાથે જોડાયેલા સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ મામલો વધારે ગંભીર થઈ ગયો છે. ફુટેજમાં બાળક ક્લાસરૂમમાં લાઈનમાં ઊભેલો દેખાય છે. કહેવાય છે કે તે ડરેલો હતો અને રડી રહ્યો હતો. આ દરમ્યાન ટીચર બાળકનો યુનિફોર્મ ઠીક કરતા દેખાય છે. બાદમાં બાળક રડવા લાગે છે અને કથિત રીતે ટીચર તેને થપ્પડ મારતી દેખાય છે. થપ્પડ લાગતા બાળક તરત ટીચર તરફ ઢળી પડે છે.
પરિવાર અને સંબંધીઓનો આરોપ છે કે બાળક પર પહેલા ગુસ્સો કર્યો અને પછી તેને મારવામાં આવ્યો, જેના કારણે તે ડરી ગયો. જો કે મોતનું અસલી કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થશે. પ્રાપ્ત જાણકારીના આધાર પર હાલમાં એવું કહેવું યોગ્ય નથી કે બાળકનું મોત ખાલી ડર અથવા થપ્પડના કારણે થયું છે.
ઘટના બાદ બાળકને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધો. રિપોર્ટમાં મોતને શંકાસ્પદ હાર્ટ એટેક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, પણ તેની અંતિમ પુષ્ટિ મેડિકલ તપાસ બાદ જ થશે. આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. એક બાળકના જીવનથી વધારે હોમવર્ક અથવા ક્લાસવર્ક ન હોઈ શકે.
બાળકના મોતના સમાચાર મળ્યા બાદ માતા-પિતા અને સંબંધીઓ સ્કૂલમાં પહોંચ્યા હતા. સીસીટીવી ફુટેજ જોયા બાદ તેમણે સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. પરિવારનો આરોપ છે કે બાળક સાથે શારીરિક વ્યવહાર કર્યો અને તેના માટે સ્કૂલની ટીચર અને મેનેજમેન્ટ જવાબદાર છે. તેમણે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. પોલીસે મામલામાં ફરિયાદ નોંધાવી તપાસ શરુ કરી દીધી છે. પોલીસ સીસીટીવી ફુટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને મેડિકલ રિપોર્ટ સહિત બીજા પુરાવાની પણ તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
