હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૩ સપ્ટેમ્બરે લંડનમાં થેમ્સ નદીના કાંઠે થશે ગંગા આરતી
આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ, સંગીત, ફૂડ અને કમ્યુનિટી એક્ટિવિટીઝને એકસાથે લાવશે

લંડન,તા.૨૧: વારાણસી, હરિદ્વાર અને હૃષીકેશના ઘાટો પર જેવી રીતે કરવામાં આવે છે એવી જ રીતે પરંપરાગત અને ભવ્ય ગંગા આરતી આ વર્ષે ૧૩ સપ્ટેમ્બરે લંડનની થેમ્સ નદીના કિનારે યોજાશે. આ કાર્યક્રમ ગ્રીનવિચની ઓલ્ડ રોયલ નેવલ કોલેજ ખાતે યોજાશે. આ દિવસ રવિવાર, ભાદરવા સુદ બીજ છે અને વરાહ જયંતીનો તહેવાર છે. સાંજે ૪ વાગ્યાથી વિવિધ કાર્યક્રમ શરૂ થશે અને ૭.૧૫ વાગ્યે આરતી કરવામાં આવશે.
આ કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ, સંગીત, ફૂડ અને કમ્યુનિટી ઍક્ટિવિટીઝને એકસાથે લાવશે અને પછી નદીકિનારે સાંજે આરતી સાથે કાર્યક્રમનું સમાપન થશે. આ બે નદીઓએ સભ્યતાઓ, સંસ્કૃતિઓ અને પેઢીઓને આકાર આપ્યો હોવાથી આયોજકો એને ગંગા અને થેમ્સના પ્રતીકાત્મક મિલન તરીકે વર્ણવે છે.
આ કાર્યક્રમનું આયોજન ચિન્મય મિશન (યુનાઇટેડ કિગડમ) દ્વારા ટોટલી થેમ્સના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ કોઈ પણ ધર્મ કે પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેક માટે ખુલ્લો છે અને એન્ટ્રી ફ્રી છે.
આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પર્યાવરણીય રીતે જવાબદાર પ્રથાઓનું પાલન કરશે. ઉપસ્થિત લોકોને થેમ્સમાં ફૂલો, મૂર્તિઓ અથવા અન્ય ઔપચારિક વસ્તુઓ નાખવાની પરવાનગી અપાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
