હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓનલાઇન ગેમિંગ, ક્રિકેટ બેટિંગને નામે છેતરપિંડી માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરાં પાડનારી ગેન્ગ ઝડપાઇ
૧૧૦માંથી ૧૭ બેંક ખાતામાં બે મહિનામાં ૨૫.૪૫ કરોડના વ્યવહાર થયા

મુંબઈ,તા.૨૧: ઓનલાઇન ગેમિગ, ક્રિકેટ બેટિગ તેમ જ કસિનોના નામે છેતરપિડી આચરવા માટે મ્યુલ અકાઉન્ટ્સ પૂરાં પાડનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યની ડોંગરી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન સીઝ કરેલા ૧૧૦ બેંક ખાતાંમાંથી ૧૭ બેંક ખાતાંમાં બે મહિનામાં ૨૫.૪૫ કરોડ રૂપિયાના વ્યવહાર થયા હોવાનું જાણવા મળ્યું હતું.
ડોંગરી પોલીસે સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીકથી ધરપકડ કરેલા આરોપીની ઓળખ મધ્ય પ્રદેશના નિખિલ કમલકુમાર જસવાની (૨૮), રાહુલ શ્યામલાલ પરવાની (૩૨) અને જય બિહારીલાલ તીરથાની (૨૬) તરીકે થઇ હતી. પોલીસે ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ ફરાર આરોપીને ઓળખી કાઢ્યા છે, જેમાં માનખુર્દમાં રહેનારી જ્યોતિ પાટીલ, જય ડોંગરે અને નિશા ડોંગરેને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતાની કલમ ૩૫ (૩) હેઠળ નોટિસ આપવામાં આવી હતી.
પોલીસે ત્રણેય આરોપી પાસેથી ૭૦ ડેબિટ કાર્ડ, વિવિધ બેંકની ૪૨ પાસબૂક, ૨૩ મોબાઇલ, ત્રણ લેપટોપ, ૧૨ બેંક કિટ અને કાર સહિત પચાસ લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડોંગરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કાનવડેને ૨૯ જુલાઇ, ૨૦૨૬ના રોજ માહિતી મળી હતી કે મુંબઈમાં અલગ અલગ બેંકમાં ખોલવામાં આવેલા ખાતાંની માહિતી અને સિમકાર્ડ સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક એક વ્યક્તિ પાસે લાવવામાં આવે છે અને તેને એક્ટિવ કર્યા બાદ અન્યત્ર મોકલવામાં આવે છે. આવા બેંક ખાતાંનો ઉપયોગ ઑનલાઇન ગેમિગ અને સાયબર ફ્રોડ માટે થાય છે. આ માહિતી મળ્યા બાદ ઘટનાસ્થળે જઇને નિખિલ જસવાનીને તાબામાં લીધો હતો અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે બાદમાં નિખિલ જસવાનીના બે સાથીદારને પણ ઝડપી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. ગુનાની તપાસનો રેલો ડોંગરી ઉપરાંત નવી મુંબઈના બેલાપુર, પનવેલ અને ઉસ્માનાબાદ સુધી પહોંચ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
