હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇમરાન ખાનની સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ડોક્ટરોનું તારણઃ પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (પીઆઈએમએસ)ના ડો. અખ્તર અલી બંદેશાહ દ્વારા અગાઉ તપાસ કરવામાં આવી હતી, જેમાં ૭૪ વર્ષીય પીટીઆઈ પાર્ટીના નેતા અને વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટરના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી

મુખ્ય તકલીફોઃ ઇમરાન ખાનને બ્લડપ્રેશરમાં અચાનક વધઘટ, અનિયમિત ધબકારા, માથામાં ભારે દુખાવો અને બેચેનીની ફરિયાદો હતી.
* માનસિક તણાવનું કારણઃ તબીબોના અહેવાલ મુજબ પત્ની, પરિવાર અને સામાજિક સંપર્કો સાથે ઓછી મુલાકાતો તેમજ જેલમાં ન્યૂઝપેપર અને ટીવી જેવી સુવિધાઓના અભાવે તેમનો માનસિક તણાવ નોંધપાત્ર રીતે વધ્યો છે.
* તબીબી ભલામણોઃ ડોક્ટરોએ તણાવ ઘટાડવાના પગલાં, હાઈ બીપીની દવાઓના ડોઝમાં વધારો અને સિટી કોરોનરી એન્જીયોગ્રાફીની ભલામણ કરી છે જેથી ભવિષ્યમાં હૃદય સંબંધિત જોખમો નિવારી શકાય.
* હોસ્પિટલ ખાતે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થાઃ ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલ લાવવા અને પરત લઈ જવા માટે અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.
એક અહેવાલ મુજબ, ઇસ્લામાબાદ પોલીસ, રેન્જર્સ અને જેલ પ્રશાસન સહિત વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓના ૮૦૦ થી વધુ જવાનો હોસ્પિટલ પરિસરમાં અને તેની આસપાસ તૈનાત કરવામાં આવ્યા હતા.
ઇસ્લામાબાદના આઈજીપી સૈયદ અલી નાસિર રિઝવીએ હોસ્પિટલની મુલાકાત લઈ સ્વયં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
તબીબી પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે પીટીઆઈ પાર્ટી ના નેતૃત્વએ તેમના સમર્થકોને શાંતિ જાળવવા અને હોસ્પિટલની બહાર ભીડ ન કરવા ખાસ અપીલ કરી હતી. રાજકીય પ્રતિભાવો અને સરકારનો વિરોધઃ આ ઘટનાક્રમ વચ્ચે રાજકીય માહોલ પણ ગરમાયો છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપતા આ ઘટનાને વાસ્તવિક ન્યાયની શરૂઆત ગણાવી હતી અને ઇમરાન ખાનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ, પાકિસ્તાન સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક રિવ્યુ પિટિશન (પુનર્વિચાર અરજી) દાખલ કરીને આ આદેશને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો, પરંતુ કોર્ટના આદેશનું સન્માન જાળવતા આખરે ઇમરાન ખાનને શિફા હોસ્પિટલમાં તપાસ માટે લઈ જવાની ફરજ પડી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
