હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પહાડોની રાણી મસૂરીમાં મુશળધાર વરસાદથી સર્જાઈ તારાજી: મેગી પોઈન્ટ પાસે ભયાનક લેન્ડસ્લાઈડથી માર્ગ ધસ્યો અને કેમ્પટી રોડ પર મકાન ધરાશાયી થતાં કટોકટીની સ્થિતિ
દેહરાદૂન-મસૂરી મુખ્ય હાઇવે પર પુષ્ટો ધરાશાયી થતાં ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો, ચક્રાતા એનએચ પર પણ રસ્તો બાઇન્ડ થતાં વાહનોના રૂટ ડાયવર્ટ કરાયા

મસૂરી: ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ હિલ સ્ટેશન મસૂરીમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓથી અફરાતફરી મચી ગઈ છે. શુક્રવારે સવારે મસૂરી-દેહરાદૂન મુખ્ય માર્ગ પર આવેલા પ્રખ્યાત મેગી પોઈન્ટ અને પાનેવાલા બેન્ડ નજીક અચાનક મોટો લેન્ડસ્લાઈડ થયો હતો. આ ઘટનામાં રસ્તાનો જૂનો રક્ષણાત્મક પુષ્ટો (સપોર્ટ વોલ) ધસી પડતાં મુખ્ય માર્ગનો મોટો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. આ સિવાય નજીકના કેમ્પટી રોડ પર ગુરુવારે જ જે મકાનમાં તિરાડો પડી હતી, તે મકાન પણ શુક્રવારે સંપૂર્ણપણે ભોંયતળિયે થઈ ગયું છે.
લેન્ડસ્લાઈડના કારણે મસૂરી-દેહરાદૂન હાઇવે માત્ર ‘સિંગલ લેન’ બની ગયો છે, જેના કારણે સુરક્ષાના કારણોસર વહીવટીતંત્ર દ્વારા માર્ગ પરથી મોટા અને ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. લોક નિર્માણ વિભાગ (PWD) ના એન્જિનિયર પ્રદીપ શાહીના જણાવ્યા અનુસાર, રસ્તો સાંકડો થઈ જવાથી હાલ માત્ર નાના વાહનોને જ ધીમી ગતિએ પસાર થવાની મંજૂરી આપવામાં આવી રહી છે. બીજી તરફ, મસૂરી-ચક્રાતા નેશનલ હાઈવે (NH 707A) પર કલોનલ વિલા અને ડિમ્ટા બેન્ડ વચ્ચે રસ્તા પર મોટી તિરાડો પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.
હાઇવે પર સતત માટી અને પથ્થરો ધસી પડવાના કારણે મસૂરી તરફ આવતા પ્રવાસીઓ અને સ્થાનિક વાહનોને વિકાસનગર-દેહરાદૂન અને અગલાડ-થત્યૂડ માર્ગ તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બે જેસીબી મશીનો તૈનાત કરીને કાટમાળ ખસેડી નાના વાહનો માટે રસ્તો શરૂ કરાવવામાં આવ્યો છે, પરંતુ પહાડોની માટી ખૂબ જ નબળી પડી ગઈ હોવાથી ફરીથી ભૂસ્ખલન થવાનો મોટો ભય તોળાઈ રહ્યો છે. તંત્ર દ્વારા મસૂરીની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને ચાલકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવા અને જરૂર વગર બહાર ન નીકળવા કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
