<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

બુલીયન માર્કેટમાં સતત બીજા'દિએ તેજીઃ ચાંદીમાં ૫,૦૦૦ રૂા. અને સોનામાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો

ચાંદીના ભાવ વધીને ર,૪૭,૦૦૦ અને સોનુ ૧૦ ગ્રામનો ભાવ વધીને ૧,૬૪,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૨૧ : બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. ચાંદીમાં વધુ ૫,૦૦૦ અને સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૫,૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે. ગઇકાલે ચાંદી (૧ કિલો)નો ભાવ ર,૪ર,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૪૭,૦૦૦ રૂા.થઇ ગયા છે. ગઇકાલે ચાંદીમાં ૮,૦૦૦ રૂા. વધ્‍યા બાદ આજે ૫,૦૦૦ રૂા.નો ઉછાળો થતા ૨ દિ'માં ૧૩,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.

ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે.  બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧,૦૦૦ રૂા.નો ઉછાળો થતા ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૬૩,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૬૪,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૩૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૬,૪૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૬,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.

(3:01 PM IST)