હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રભુ પાસે ઐશ્વર્ય નહી, આશ્રય અને અશ્રૃ માંગોઃ પૂ. મોરારીબાપુ
અમેરીકાના બોસ્ટન શહેરમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં 'માનસ ગુરૂપ્રસાદ'શ્રીરામ કથાનો લાભ લેતા ભાવિકો

પૂ.મોરારીબાપુએ રાસ-ગરબા લીધાઃ પૂ.મોરારીબાપુએ શ્રીરામકથામાં રાસ-ગરબા લીધા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા.૨૧: અમેરિકા- બોસ્ટન શહેરની હાર્વર્ડ યુનિવર્સિટીના મેમોરીયલ સંવાદગૃહમાં પ્રવાહિત થઇ રહેલી સંગીતમય-યોગ્યતા સભર રામકથા ''માનસ ગુરૂપ્રસાદ'' શ્રી રામકથાના છઠ્ઠા દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે- ઘણી જિજ્ઞાસાઓ પૂછાઇ છે. એક પ્રશ્ન પૂછાયો છે કે બાપુ, વિદ્યાપીઠ અને વ્યાસપીઠમાં શ્રેષ્ઠ કોણ? જવાબઃ વિદ્યાપીઠ અને વ્યાસપીઠ બંને સમાન છે. બીજો પ્રશ્નઃ વાર્તા અને કથામાં શું અંતર? જવાબઃ વાર્તાકથન સુવડાવી દે છે જયારે કથા તમને જગાડે છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયુ કે પ્રભુ પાસે ઐશ્વર્ય નહી પરંતુ આશ્રય અને અશ્રૃ માંગવા જોઇએ.
કથામાં જુદા-જુદા શાસ્ત્રીયરાગો પર આધારીત ત્રીજો-૫૧-ભજનની મધુર સુરાવલીઓ દ્વારા સંગીતમય-ગીતસભર- વાતાવરણ રહયુંહતું. અને બાપુએ કથાના સોૈ 'ફલાવર્સ' ને રાસગરબાના તાલે રમવા આહ્વાન કર્યું ત્યારે સંવાદગૃહમાં બેઠેલા સોૈ કથાપ્રેમીઓ ઝૂમી ઉઠયા હતા. એટલુ જ નહીં સમગ્ર વાતાવરણ રાસ-ગરબામય જોઇ પ્રિય બાપુ પણ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી બધા 'ફલાવર્સ' ને સાથ આપવા હાથમાં કરતાલ લઇને રાસ-ગરબાના તાલે બાપુ પણ રમતા હતા ત્યારે સોૈ કથાપ્રેમીઓમાં પ્રસન્નતા પ્રસરી ગઇ હતી.-મનોજ જોશી ''મજો'' રાજકોટ મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦ મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
