હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વંદે માતરમ્ મુદ્દે કોંગ્રેસના વલણ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો પ્રચંડ પલટવાર: વીડિયો સંદેશ જાહેર કરી કહી આ મોટી વાત, "૧૯૩૭ જેવું કટ્ટરપંથીઓ સાથેનું સમાધાન દેશ બંધારણ વિરોધી અને ગંભીર ચેતવણી!"
રાષ્ટ્રીય ગીતના સન્માન અને બંધારણીય દાયત્વ પર પ્રશ્નો ઉઠાવતા રાજનાથ સિંહે કોંગ્રેસને ઘેરી; પીએમ મોદીના સોશિયલ મીડિયા ડ્રાઇવ વચ્ચે સંરક્ષણ મંત્રીનો ધારદાર ડિજિટલ પ્રહાર.

નવી દિલ્હી, તા.૨૧: રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' ના મુદ્દે દેશમાં રાજકારણ ગરમાયું છે. ૧૯૩૭ના પોતાના જૂના વલણને દોહરાવીને વંદે માતરમના માત્ર પ્રથમ બે શ્લોક ગાવાના કોંગ્રેસના નિર્ણય સામે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આકરો વિરોધ નોંધાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિશેષ વિડીયો સંદેશ જાહેર કરીને તેમણે કોંગ્રેસના આ વલણને "ગેરબંધારણીય" અને "નિંદનીય" ગણાવ્યું છે. સિંહે સ્પષ્ટ શબ્દોમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા અને રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું દરેક નાગરિકની નૈતિક અને બંધારણીય ફરજ છે, અને જો કોઈ પક્ષ તેનો ઇનકાર કરે છે તો બંધારણ પ્રત્યેની તેમની વફાદારી શંકાના દાયરામાં આવે છે.
૧૯૩૭નો ઇતિહાસ અને ભાગલાનો સંદર્ભ
રાજનાથ સિંહે કોંગ્રેસના ૧૯૩૭ના એ પ્રસ્તાવનો ઉલ્લેખ કર્યો જેમાં મુસ્લિમ લીગની માંગણીઓને સંતોષવા માટે વંદે માતરમ ગાવાનું માત્ર પ્રથમ બે શ્લોક સુધી મર્યાદિત કરવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે ભૂતકાળમાં કટ્ટરપંથી તત્વો સામે કરવામાં આવેલા આ પ્રકારના નીતિગત સમાધાનોએ રાષ્ટ્રીય એકતાને નબળી પાડી હતી અને અંતે દેશના ભાગલા તરફ દોરી ગયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે આજે પણ કોંગ્રેસ એ જ ભૂલનું પુનરાવર્તન કરી રહી છે, જે ભવિષ્ય માટે એક "ગંભીર ચેતવણી રૂપ સંકેત" છે.
પીએમ મોદીની 'ડિજિટલ ડ્રાઇવ' અને મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ
સંરક્ષણ પ્રધાનનો આ ધારદાર વીડિયો સંદેશ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રીઓને સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને રીલ્સ જેવા માધ્યમો પર યુવા વર્ગ સાથે સીધા જોડાવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. ઓગસ્ટ માસની કેબિનેટ બેઠકમાં મંત્રીઓના 'ડિજિટલ રિપોર્ટ કાર્ડ' નું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદી ટોચ પર રહ્યા હતા જ્યારે રાજનાથ સિંહ, અમિત શાહ અને નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓએ પણ મજબૂત ડિજિટલ ઉપસ્થિતિ દર્શાવી હતી.
સામાન્ય રીતે એક્સ (X) પર અધિકૃત અપડેટ્સ આપતા રાજનાથ સિંહનો આ સીધો વિડીયો પ્રહાર દર્શાવે છે કે સરકાર હવે પોતાના રાજકીય અને રાષ્ટ્રીય સંદેશાઓને યુવા પેઢી સુધી વધુ આક્રમક અને સીધી રીતે પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો પૂરો ઉપયોગ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
