હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈમાં 'બાપ્પા ફુલાંચા'નો અનોખો મહિમા: ૪૦ કિલોમીટર સુધી માનવશ્રમથી ટ્રોલી ખેંચી લાવ્યા ભક્તો, વિવિધ ધાર્મિક સ્થળોના ફૂલો અને માટીથી બનેલી વિશાળ ગણેશ મૂર્તિએ દિલ જીત્યા!
રામ મંદિર અને મુંબઈના પ્રખ્યાત પંડાલોના પવિત્ર ફૂલોથી નિર્મિત નવી મુંબઈના 'કોપરખૈરણેચા ઈચ્છાપૂર્તિ' ગણપતિ મંડળની વિશિષ્ટ પરંપરા; પર્યાવરણ જતન અને ભક્તિનો સુંદર સમન્વય.

મુંબઈ, તા.૨૧: ગણેશોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હાલમાં આગમન સોહળાનો ભવ્ય માહોલ જામ્યો છે. લાલબાગ અને પરેલ વિસ્તાર જ્યારે ઉત્સવનું મુખ્ય કેન્દ્ર બન્યા છે, ત્યારે બીજી તરફ નવી મુંબઈના કોપરખૈરણેમાં બિરાજમાન થતા એક અનોખા ગણપતિ મંડળે સમગ્ર ભક્તજનોનું ધ્યાન ખેંચ્યું છે. 'કોપરખૈરણેચા ઈચ્છાપૂર્તિ' તરીકે ઓળખાતા આ મંડળની ગણેશ મૂર્તિ ફૂલો અને પવિત્ર માટીના અનોખા મિશ્રણથી બનાવવામાં આવે છે, જેના કારણે ભક્તો તેમને પ્રેમથી 'બાપ્પા ફુલાંચા' (ફૂલોના બાપ્પા) કહીને બોલાવે છે.
પવિત્ર સ્થળોના ફૂલોથી બને છે બાપ્પાની મૂર્તિ
આ મંડળની ઓળખ માત્ર તેમની સુંદર મૂર્તિ જ નહીં પરંતુ તેના નિર્માણ પાછળની ભાવના છે. મંડળના કાર્યકરો દેશના વિવિધ પવિત્ર સ્થળો પરથી ફૂલો એકત્રિત કરે છે અને તેને ગણપતિ મૂર્તિના નિર્માણમાં ઉમેરે છે. અગાઉ અયોધ્યાના ભવ્ય રામ મંદિરથી લાવવામાં આવેલા ફૂલોનો ઉપયોગ પણ આ મૂર્તિમાં થઈ ચૂક્યો છે. આ વર્ષે મુંબઈના વિવિધ અગ્રણી ગણેશ મંડળોમાંથી એકત્ર કરાયેલા પવિત્ર ફૂલોને બાપ્પાની આ મુર્તિનો ભાગ બનાવવામાં આવ્યા છે, જે ભક્તિ અને પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશ આપે છે.
કોઈ વાહન વગર ૪૦ કિમી સુધી ખેંચી લાવ્યા ટ્રોલી
'બાપ્પા ફુલાંચા'ના આગમનની યાત્રા અત્યંત કઠિન અને શ્રદ્ધાથી સભર હોય છે. મુંબઈના કરી રોડ સ્થિત ગણેશ સંકુલથી લઈને નવી મુંબઈના કોપરખૈરણે સુધીનું આશરે ૪૦ કિલોમીટરનું અંતર મંડળના સમર્પિત કાર્યકર્તાઓ કોઈ પણ ટોઈંગ વાહનના ઉપયોગ વગર, માત્ર પોતાના માનવશ્રમ અને બળથી ગણપતિની ટ્રોલી ખેંચીને પૂરું કરે છે.
આ વર્ષે ૧૬ ઓગસ્ટના રોજ કરી રોડથી શરૂ થયેલી આ ભવ્ય આગમન યાત્રા ૧૭ ઓગસ્ટે કોપરખૈરણે પહોંચી હતી, જ્યાં હજારો ભક્તોએ 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદ સાથે પોતાના વહાલા 'બાપ્પા ફુલાંચા'નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
