હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધના એંધાણ? કુરિલ ટાપુઓ પર પુતિનની પરમાણુ સબમરીન અને મિસાઇલોના ધમધમાટથી ખળભળાટ
બીજા વિશ્વયુદ્ધ સમયના વિવાદિત એટોર્ફુ ટાપુ પર વ્લાદિમીર પુતિનની ઐતિહાસિક મુલાકાત બાદ રશિયન નૌકાદળની મોટો વિધ્વંસક લશ્કરી કવાયત

ટોક્યો: પૂર્વ એશિયામાં પ્રશાંત મહાસાગરના શાંત જળમાં રશિયા અને જાપાન વચ્ચેનું રાજકીય અને લશ્કરી ઘર્ષણ હવે અત્યંત ભયાનક વળાંક લઈ રહ્યું છે. જાપાન દ્વારા પોતાના ઉત્તરીય પ્રદેશ તરીકે દાવો કરવામાં આવતા વિવાદિત કુરિલ ટાપુઓ (જેને જાપાન 'એટોર્ફુ' અને રશિયા 'ઇતુરૂપ' કહે છે) નજીક રશિયાએ પરમાણુ ઊર્જાથી ચાલતી સબમરીન અને મિસાઇલ ક્રુઝર શિપ સાથે અત્યાર સુધીની સૌથી મોટી અને આક્રમક યુદ્ધાભ્યાસ કવાયત હાથ ધરી છે. આ કવાયત દરમિયાન રશિયન પેસિફિક ફ્લીટે જમીન પરથી જહાજ પર પ્રહાર કરતી ઘાતક 'બાસ્ટિયન' એન્ટી-શિપ મિસાઇલો છોડીને ૩૦૦ કિલોમીટર દૂર રહેલા તમામ કાલ્પનિક દુશ્મન લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કર્યા હતા.
આ તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના શાસનકાળમાં પહેલીવાર આ વિવાદિત ટાપુની મુલાકાત લીધી અને મુખ્ય યુદ્ધ જહાજ 'વાર્યાગ' પરથી લશ્કરી તાકાતનું નિરીક્ષણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધના અંતે સોવિયેત યુનિયને કબજે કરેલા આ ચાર ટાપુઓ પર દાયકાઓથી બંને દેશો વચ્ચે માલિકી હકની લડાઈ ચાલી રહી છે, જેના કારણે બંને દેશો વચ્ચે શાંતિ સંધિ પણ થઈ શકી નથી. રશિયન સ્ટેટ એજન્સી અનુસાર, આ સૈન્ય અભ્યાસમાં ૬૦થી વધુ યુદ્ધ જહાજો, પરમાણુ સબમરીન, ૩૦ ફાઇટર જેટ અને ડ્રોન સિસ્ટમ્સ સાથે ૧૩,૦૦૦થી વધુ જવાનોએ ભાગ લીધો છે.
રશિયાના આ શક્તિપ્રદર્શનથી જાપાનમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોટેગીએ રશિયન આક્રમકતા સામે આકરો વાંધો ઉઠાવતા સ્પષ્ટ કર્યું છે કે વિવાદિત ક્ષેત્રમાં પોતાની લશ્કરી શક્તિ વધારવાના રશિયાના પ્રયાસો જાપાન માટે બિલકુલ અસહ્ય છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ જાપાને રશિયા પર લાદેલા આર્થિક પ્રતિબંધો અને હવે પુતિન દ્વારા સીધા જાપાનની સરહદ નજીક પરમાણુ સબમરીન અને મિસાઇલોના પરીક્ષણોથી એશિયા-પેસિફિક વિસ્તારમાં મોટા પાયે નવા યુદ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
