હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેવા સાથે તેવા: નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહારથી પણ હટાવાયા કામચલાઉ બાંધકામો : ભારતે લીધો બદલો
ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બહારથી સુરક્ષા થાંભલા દૂર કરાતાં વિદેશ મંત્રાલયે આપ્યો જડબાતોડ જવાબ : જમ્મુ-કાશ્મીર મુદ્દે યુએસ રાજદૂતના નિવેદનથી પાકિસ્તાન વધુ અકળાયું

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણસ્યા છે. ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બહાર પાકિસ્તાની સત્તાવાળાઓએ દાદાગીરી બતાવીને પાર્કિંગ અને સુરક્ષા સંબંધિત કામચલાઉ બાંધકામો હટાવી દીધા હતા. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત અને આકરા પ્રત્યાઘાત આપતા નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહારની લેનમાંથી પણ તમામ કામચલાઉ બાંધકામો અને અડચણો દૂર કરી દીધી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં સ્પષ્ટ કર્યું કે ભારતે પાકિસ્તાનને ઇસ્લામાબાદમાં આવી કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી. પાકિસ્તાને પોતાની હરકત ચાલુ રાખતા ભારતે તેના જ ભાષામાં આ 'જરૂરી અને યોગ્ય' કાર્યવાહી કરી છે. આ ઘટનાક્રમ બાદ બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે.
આ સિવાય, ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગરની મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ ગણાવતા પાકિસ્તાન અકળાઈ ઉઠ્યું હતું અને તેણે યુએસ રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. તેના પર વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવતા પુનરોચ્ચાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય ભાગ હતા, છે અને રહેશે. એપ્રિલ ૨૦૨૫ના પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશોના સંબંધો પહેલેથી જ અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
