હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
JPSC ભરતી કૌભાંડ સુપ્રીમ કોર્ટે પહોંચ્યું: શું સીબીઆઈ (CBI) કરશે ગોટાળાની તપાસ?
ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ગેરરીતિ અને મેરિટ કૌભાંડ મુદ્દે યુવાનોનો ઉગ્ર વિરોધ : ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સોમવારે કરશે મહત્વપૂર્ણ સુનાવણી

રાંચી: ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) દ્વારા આયોજિત ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ, પેપર લીક અને મોટા પાયે થયેલા ગોટાળાનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચી ગયો છે. હજારો ઉમેદવારો અને યુવાનોના ભવિષ્ય સાથે થયેલા ખિલવાડ સામે આક્રોશ વ્યાપી ગયો છે ત્યારે આ સમગ્ર પરીક્ષા કૌભાંડની કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી સાથે સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે. દેશની નજર હવે સોમવારે યોજાનારી આ સુનાવણી અને સુપ્રીમ કોર્ટના વલણ પર ટકેલી છે.
અરજદાર હરિશ્રણ દેવગન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં JPSC પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા, નિષ્પક્ષતા અને મૂલ્યાંકન પદ્ધતિ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સોમવારે આ સંવેદનશીલ કેસ પર સુનાવણી હાથ ધરશે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે રાજ્ય સ્તરની સંસ્થાઓ તપાસમાં નિષ્ફળ રહી છે, જેથી લાખો ઉમેદવારોને ન્યાય અપાવવા માટે માત્ર સીબીઆઈ તપાસ જ એકમાત્ર વિકલ્પ છે.
ઝારખંડમાં આ મુદ્દે રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો સતત રસ્તા પર ઉતરીને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. બીજી તરફ, એવા પણ અહેવાલો વહેતા થયા છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ JPSC-JSAC મેરિટ કૌભાંડમાં નાણાકીય ગેરરીતિઓ બદલ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની તૈયારીમાં છે. સોમવારે કોર્ટના આવનારા નિર્ણય પર ઝારખંડના હજારો યુવાનો અને ભવિષ્યના ઉમેદવારોના ભાવિનો નિર્ણય નિર્ભર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
