હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજસ્થાનના બાગરૂમાં ભારે બબાલ: 'તેઓ અમારી શાળા તોડી પાડવા આવ્યા હતા,' CJP નેતા આશુતોષ રંકા અને કાર્યકરો પર ગ્રામજનોનો ભીષણ હુમલો!
રામપુરા-કંવરપુરાની સરકારી પ્રાથમિક શાળાના નિરીક્ષણ માટે પહોંચેલી ટીમનો સ્થાનિકોએ કર્યો ઉગ્ર વિરોધ; મહિલાઓએ એક થઈને CJP કાર્યકરોને ગામમાંથી ખદેડી મૂક્યા.

જયપુર : રાજસ્થાનના જયપુર જિલ્લા હેઠળ આવતા બાગરૂ વિધાનસભા વિસ્તારમાં શુક્રવારે ભારે હોબાળો અને હિંસક ઝડપની ઘટના સામે આવી છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા આશુતોષ રંકા અને તેમની ટીમ એક સરકારી પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા ત્યારે સ્થાનિક ગ્રામજનો અને મહિલાઓના ભારે રોષનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોએ CJP નેતાઓ પર હુમલો કરી, સૂત્રોચ્ચાર કરીને તેમને ગામમાંથી ભગાડી મૂક્યા હતા.
'અમારા બાળકો ક્યાં ભણવા જશે?': સ્થાનિક મહિલાનો ચોંકાવનારો ખુલાસો
આ વિવાદ અંગે વાત કરતા અન્નુ શર્મા નામની સ્થાનિક મહિલાએ ખુલાસો કર્યો હતો કે CJP ના નેતાઓ શાળાનું નિરીક્ષણ કરવાના બહાને આ સરકારી શાળાને તોડી પાડવાની માંગ અને વિરોધ કરવા આવ્યા હતા. મહિલાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ આસપાસના ૨૦-૨૫ નાના બાળકો આ જ શાળામાં ભણવા માટે આવે છે. શાળાનું સમારકામ નથી થઈ રહ્યું તે અંગે અમે ઘણી ફરિયાદો કરી છે, પરંતુ તેને સુધારવાને બદલે CJP ના લોકો તેને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો શાળા તૂટી જશે તો અમારા બાળકો ક્યાં ભણવા જશે?"
રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવી ગ્રામજનોએ વાહનો અટકાવ્યા
મળતી માહિતી મુજબ, રામપુરા-કંવરપુરા સ્થિત સરકારી શાળા ખાતે CJP કાર્યકરો પહોંચે તે પહેલાં જ ગ્રામજનોને આ વાતની જાણ થઈ ગઈ હતી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ્સ ગોઠવી દીધા હતા અને ગામમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું હતું. CJP નેતાઓની ગાડી આવતાં જ તેમની અને ગ્રામજનો વચ્ચે તીખી બહેસ થઈ હતી, જે જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.
પોલીસે ઘટના અંગે અજ્ઞાનતા દર્શાવી
ગામની મહિલાઓ અને પુરુષોએ એક થઈને CJP વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને શાળાના દરવાજેથી તમામ કાર્યકરોને પાછા ધકેલી દીધા હતા. બીજી તરફ, આ સમગ્ર હિંસક ઘટના અંગે બાગરૂના ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ (DSP) ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આવી કોઈ ઘટના અંગે કોઈ સત્તાવાર જાણકારી કે ફરિયાદ મળી નથી. હાલમાં આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
