<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

RSSનું વિશાખાપટ્ટનમમાં મહામંથનઃ દેશના વર્તમાન અને ભવિષ્‍યના મોડેલ માટે ઘડાશે માસ્‍ટરપ્‍ લાન

જનસાંખ્‍યિક પરીવર્તન, પંચ પરીવર્તન, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ભારતીય વિકાસ દ્રષ્ટિ, એઆઇ સહિતના મુદ્દા પર થશે ચર્ચા યુવાનોમાં વધતું નશાનું પ્રમાણ અને સર્વાંગી ભારતીય વિકાસ મોડેલ પર ૩૨ પ્રેરિત સંગઠનોના ૩૨૭ શીર્ષ નેતાઓનું ત્રિ-દિવસીય મંથન સત્ર

વિશાખાપટ્ટનમ, તા.૨૨: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક આવેલી ગુડિલોવાની વિજ્ઞાન વિહાર શાળાના સંકુલમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની મહત્‍વપૂર્ણ અખિલ ભારતીય સંકલન બેઠક યોજાઈ રહી છે. સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત અને સરકારીવાહ દત્તાત્રેય હોસાબલેના વિશિષ્ટ સાનિધ્‍યમાં શરૂ થયેલા આ વાર્ષિક સત્રમાં ભાજપ, વીએચપી, એબીવીપી, ભારતીય મઝદૂર સંઘ, રાષ્‍ટ્રીય સેવિકા સમિતિ અને ભારતીય કિસાન સંઘ જેવા ૩૨ સંગઠનોના ૨૫૩ અગ્રણી કાર્યકર્તાઓ અને સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સહિત ૩૨૭ પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છે. આ પરિષદમાં ૪૯ મહિલા પ્રતિનિધિઓની પણ સક્રિય ભાગીદારી છે.

આ બેઠકમાં દેશના વિવિધ પ્રદેશોમાં ઝડપથી બદલાતા વસ્‍તી વિષયક સમીકરણો અને તેના કારણે ઊભી થતી સામાજિક-સુરક્ષાત્‍મક વિષમતાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે. દેશમાં વસ્‍તી અસંતુલન અટકાવવા અને સામાજિક સમરસતા જાળવી રાખવા માટે તમામ સંગઠનોનું પરસ્‍પર સંકલન કેવી રીતે મજબૂત કરી શકાય તે મુખ્‍ય વિષય છે. સાથોસાથ, યુવા પેઢીને ડ્રગ્‍સ તથા અન્‍ય નશાની લતમાંથી મુક્‍ત કરવા માટે કેવળ સરકારી કે પોલીસી કાર્યવાહી પર નિર્ભર ન રહેતા સમગ્ર સમાજ, શૈક્ષણિક સંસ્‍થાઓ અને વાલીઓ સાથે મળીને જાગળતિ અભિયાન કઈ રીતે ચલાવી શકે તેનો એક્‍શન પ્‍લાન ઘડવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, આર્થિક પ્રગતિની સાથે સંસ્‍કળતિ, પર્યાવરણ અને સામાજિક ન્‍યાયને જોડીને એક સર્વાંગી ભારતીય વિકાસ મોડેલ તૈયાર કરવા પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે. સંઘના શતાબ્‍દી વર્ષ નિમિત્તે નક્કી કરાયેલા પાંચ ફેરફારો (સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ રક્ષણ, સ્‍વ-જાગરણ અને નાગરિક કર્તવ્‍ય) ના સંદેશને સમાજના અંતિમ વ્‍યક્‍તિ સુધી પહોંચાડવા અંગે તમામ સંગઠનો પોતાની ભાવિ યોજનાઓ ઘડી રહ્યા છે. ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીતિન નવીન પણ પ્રથમ વાર સંઘના આ મંથન સત્રમાં ભાગ લઈને રાજકીય અને સામાજિક ક્ષેત્રો વચ્‍ચેના સમન્‍વયને નવી ઉંચાઈ આપી રહ્યા છે.

(11:51 AM IST)