News of Saturday, 22nd August 2026
રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ પહેલા પુણેની SSPMS કોલેજમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
NSUIએ આરોપ લગાવ્યો છે કે તેમના કાર્યકરોને બંધક બનાવી ધમકાવવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓને ધમકાવી માર મારવામાં આવ્યો

પુણે : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમ પહેલા પુણેની SSPMS કોલેજમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે. NSUIએ આરોપ લગાવ્યો છે કે તેમના કાર્યકરોને બંધક બનાવી ધમકાવવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને ધમકાવી માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ ABVPએ NSUI પર કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ પર નોંધણી કરાવવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. ABVPનો દાવો છે કે NSUIના કાર્યકરો હોસ્ટેલમાં ઘૂસીને વિદ્યાર્થીઓની નોંધણી કરાવી રહ્યા હતા. બંને પક્ષના આક્ષેપોને પગલે કાર્યક્રમ પહેલા કોલેજ પરિસરમાં તણાવનો માહોલ સર્જાયો છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
