<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

મોસ્કોમાં જયશંકરનો ડિપ્લોમેટિક માસ્ટરસ્ટ્રોક: અમેરિકી દબાણ ફગાવી 'નેશન ફર્સ્ટ' નીતિ સાથે રશિયામાં રચશે નવો ઇતિહાસ

પુતિનના ભારત આગમન પહેલા પાવર ગેમ અને ઉત્તરીય સમુદ્રી માર્ગથી વેપારમાં થશે મોટો ધમાકો!

નવી દિલ્હી :  વૈશ્વિક રાજકારણમાં અમેરિકા અને પશ્ચિમી દેશોના જંગી દબાણ છતાં ભારતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તેના માટે 'રાષ્ટ્ર હિત' સૌથી ઉપર છે. વિદેશ મંત્રી એસ. જયશંકર રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ મન્ટુરોવના આમંત્રણ પર મોસ્કો પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ ભારત-રશિયા આંતર-સરકારી આયોગ ના ૨૭મા સત્રની સહ-અધ્યક્ષતા કરશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત પહેલા થઈ રહેલી આ ઐતિહાસિક મુલાકાતમાં જયશંકર પાંચ એવા મોટા "માસ્ટરસ્ટ્રોક" મારવા જઈ રહ્યા છે, જે ગ્લોબલ ઓર્ડરમાં ભારતની તાકાતનો અહેસાસ કરાવશે.

આ દૌરાની સૌથી મોટી સિદ્ધિ 'ઉત્તરીય સમુદ્ર માર્ગ'  અને ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક પૂર્વીય દરિયાઈ કોરિડોર પર થનારો સમજૂતી કરાર છે. હાલમાં લાલ સમુદ્ર અને સુએઝ નહેરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ આર્કટિક માર્ગ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. તેનાથી રશિયા સાથેનો વેપાર ૩૦ થી ૪૦ ટકા ઝડપી અને ખૂબ જ સસ્તો થઈ જશે. રશિયા તરફથી મિલિટરી સ્પેરપાર્ટ્સનો અટક્યા વગર પુરવઠો સુનિશ્ચિત કરવા સાથે, ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત માટે આ માર્ગ ચીનના વર્ચસ્વ સામે ભારતને એક મજબૂત વૈકલ્પિક શક્તિ પૂરી પાડશે.

આ ઉપરાંત, જયશંકરનો ત્રીજો અને ચોથો માસ્ટરસ્ટ્રોક રૂપિયા-રૂબલ ચુકવણી પ્રણાલીને વધુ સુવ્યવસ્થિત કરીને ડોલર પરની નિર્ભરતા ઘટાડવાનો અને ભારત-રશિયા વચ્ચેના વેપાર અસંતુલનને દૂર કરવાનો છે. બ્રિક્સ સંગઠનના માધ્યમથી પશ્ચિમના દેશોના એકચક્રી શાસન સામે ભારત અને રશિયા એક નવું 'પાવર સેન્ટર' ઉભું કરી રહ્યા છે. મોસ્કોમાં સેર્ગેઈ લવરોવ સાથેની બેઠકમાં પુતિનની ભારત યાત્રાનો સુરક્ષા અને કૂટનીતિક એજન્ડા ફાઇનલ થતાં જ સુપરપાવર અમેરિકા માટે આ એક મોટો આંચકો સાબિત થશે.

(6:18 PM IST)