હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પુલવામા હુમલા કેસમાં કડક વલણ: NIAની ખાસ અદાલતે ઇન્શા જાનની જામીન અરજી ફગાવી, UAPA હેઠળ કોઈ રાહત નહીં!
૨૦૧૯ના ભયાનક આત્મઘાતી હુમલામાં ૪૦ CRPF જવાનો શહીદ થયા હતા; કોર્ટે કહ્યું— પ્રથમ દ્રષ્ટિએ ગંભીર આરોપો સાચા, આતંકવાદીઓને આશ્રય અને લોજિસ્ટિકલ મદદ આપવાના પુરાવા મજબૂત.

જમ્મુ : વર્ષ ૨૦૧૯માં સમગ્ર દેશને હચમચાવી મૂકનારા પુલવામા આતંકવાદી હુમલાના કેસમાં વિજયપુર સ્થિત જમ્મુની વિશેષ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આ કેસમાં કસ્ટડીમાં રહેલી મહિલા આરોપી ઇન્શા જાન ઉર્ફે ઇન્શા તારિકની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે રેકોર્ડ પર ઉપલબ્ધ સામગ્રી પ્રથમ દ્રષ્ટિએ દર્શાવે છે કે તેણી સામેના આતંકવાદી ષડયંત્રના આરોપો ગંભીર અને સાચા છે.
સ્પેશિયલ જજ પ્રેમ સાગરે જારી કરેલા ૧૫ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે UAPAની કલમ ૪૩-D(૫) હેઠળના સખત પ્રતિબંધો આરોપી મહિલાને લાગુ પડે છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જ્યારે ફરિયાદ પક્ષ પાસે મજબૂત આધાર હોય, ત્યારે જામીન મેળવવાની મર્યાદા અત્યંત કડક બની જાય છે.
આતંકવાદીઓને આશ્રય અને બોમ્બરનો વિડીયો રેકોર્ડિંગ
NIAની ચાર્જશીટ મુજબ, દક્ષિણ કાશ્મીરના હરકીપોરા ગામની નિવાસી ઇન્શા જાન પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના મુખ્ય ષડયંત્રકારોના સતત સંપર્કમાં હતી.
- લોજિસ્ટિકલ સપોર્ટ: તેણીએ અને તેના પિતાએ પાકિસ્તાની આતંકવાદી મુહમ્મદ ઉમર ફારૂક અને મોહમ્મદ કામરાન અલીને પોતાના ઘરમાં સુરક્ષિત આશ્રય, ભોજન અને હથિયારો રાખવાની સુવિધા પૂરી પાડી હતી.
- વિડીયો રેકોર્ડિંગ: ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના હુમલા બાદ વાયરલ થયેલો આત્મઘાતી બોમ્બર આદિલ અહમદ ડારનો વિડીયો જાન્યુઆરી ૨૦૧૯માં ઇન્શા જાનના ઘરે જ શૂટ કરવામાં આવ્યો હતો.
બચાવ પક્ષની લાંબી જેલવાસ અને તંદુરસ્તીની દલીલ નાકામ
માર્ચ ૨૦૨૦થી જેલમાં બંધ ઇન્શા જાનના વકીલે ૬ વર્ષથી વધુ સમયના કસ્ટડી કાળ, ટ્રાયલમાં થતા વિલંબ અને ચામડીની તકલીફ તથા માથાના દુખાવા જેવા સ્વાસ્થ્ય કારણોસર જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આ રોગ કોઈ જીવલેણ સ્થિતિ નથી અને જેલમાં યોગ્ય તબીબી સારવાર આપવા આદેશ કર્યો છે. વધુમાં, બહાર આવતા તે મુખ્ય સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે તે ધ્યાને રાખીને જામીન નકારવામાં આવ્યા છે.
પુલવામા કેસ અને જામીન ચુકાદાની મુખ્ય વિગતો:
- ધરપકડ અને આરોપો: ૩ માર્ચ, ૨૦૨૦ના રોજ ધરપકડ; ડિસેમ્બર ૨૦૨૨માં UAPA અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમ હેઠળ આરોપો ઘડાયા.
- ડિજિટલ પુરાવા: ફારૂકના મોબાઈલમાંથી મળી આવેલા વોટ્સએપ કોલ્સ, વોઈસ નોટ્સ અને ઇન્શા જાન સાથેના ફોટોગ્રાફ્સ.
- કોર્ટનું અવલોકન: આરોપી માત્ર નિર્દોષ ગ્રાામીણ નથી પણ 'પ્રેરિત આતંકવાદી સહયોગી' તરીકે કામ કરી રહી હતી.
- UAPA ચુકાદો: જામીન આપવા માટે કાયદાકીય પ્રતિબંધો લાગુ રહે છે; કેસની ટ્રાયલ પ્રક્રિયા ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
