હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

રાજકોટ : ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને દારૂની હેરાફેરી કરવાના સતત પ્રયાસો કરતા રહે છે. રાજકોટ રેલવે સ્ટેશન પર બુટલેગરીનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બુટલેગરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ ગણાતી ટ્રેનનો ઉપયોગ કરીને મુસાફરોના સ્વાંગમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે પોલીસની સતર્કતાના કારણે બુટલેગરોનો આ ગેરકાયદેસર મનસૂબો બરબાદ થઈ ગયો છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ રેલવે પોલીસની ટુકડી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ પર પેટ્રોલિંગમાં હતી ત્યારે 'જય માતાજી સ્ટોલ' નજીક શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા પાંચ યુવકો પર પોલીસની નજર પડી હતી. પોલીસે તુરંત જ આ શખ્સોને રોકીને તેમની પાસે રહેલી અલગ-અલગ કલરની ચાર ટ્રોલી બેગ અને એક કોલેજ બેગની તલાશી લીધી હતી. બેગ ખોલતા જ અંદરથી દમણ અને દીવમાં જ વેચાણની મંજૂરી ધરાવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
૪૮૦ પ્લાસ્ટિકના ક્વાર્ટર સાથે ૨૭ હજારનો મુદ્દામાલ જપ્ત
પોલીસની તપાસ દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામના રહેવાસી એવા મીતકુમાર લક્ષણભાઈ હળપતી, ઉર્વેશ મુકેશભાઇ મીતના, ચેતન રાજુભાઈ મીતના અને આર્યન યોગેશભાઇ વારલી નામના ચાર યુવકો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર (પ્રિન્સ મનોજભાઈ હળપતી) મળી કુલ ૫ ઇસમોની પકડ કરવામાં આવી હતી.
પોલીસે બેગમાંથી ૪૮૦ સીલબંધ ક્વાર્ટર (કુલ ૮૬.૪ લીટર દારૂ, કિંમત રૂ. ૨૬,૪૦૦) અને બેગની કિંમત રૂ. ૯૦૦ મળીને કુલ રૂ. ૨૭,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મુખ્ય વિગતો અને કાનૂની કાર્યવાહી:
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM