હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

જયપુર : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી AIAPGET ૨૦૨૬ની પરીક્ષા દરમિયાન રાજસ્થાનના જયપુર ખાતે મોટી લાલિયાવાડી અને ગંભીર બેદરકારી સામે આવી છે. જયપુરના એક પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતાં ડઝનબંધ ઉમેદવારોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું હતું. આ મામલે કડક વલણ અપનાવી NTA એ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી મેસર્સ એજ્યુક્વિટી કરિયર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડને કારણદર્શક (Show Cause) નોટિસ જારી કરી છે અને નોટિસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી એજ્યુક્વિટીના પેનલમેન્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.
મળતી વિગતો અનુસાર, ૨૨ ઓગસ્ટના રોજ યોજાયેલી AIAPGET ૨૦૨૬ ની શિફ્ટ-૧ ની પરીક્ષા દરમિયાન જયપુરની શ્રી સત્ય સાંઈ પીજી કોલેજ સેન્ટર પર અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. કેન્દ્ર પર હાજર ૧૯૨ ઉમેદવારોમાંથી ૪૯ વિદ્યાર્થીઓ પાવર કટના કારણે પોતાની પરીક્ષા સમયસર પૂર્ણ કરી શક્યા ન હતા. પરીક્ષામાં થયેલી આ મોટી વિક્ષેપ અને અસુવિધા બદલ NTA એ ખેદ વ્યક્ત કરીને સમગ્ર ભૂલનો ટોપલો એજ્યુક્વિટી એજન્સી પર ઢોળ્યો છે.
૧ સપ્ટેમ્બરે યોજાશે પુનઃપરીક્ષા
NTA એ અસરગ્રસ્ત ૪૯ ઉમેદવારો માટે આગામી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. આ પુનઃપરીક્ષા જયપુર સ્થિત 'રાજસ્થાન કોલેજ ઓફ એન્જિનિયરિંગ ફોર વુમન' ખાતે લેવામાં આવશે. અસરગ્રસ્ત ઉમેદવારોને સુધારેલા એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. દેશભરમાં ૨૦૫ કેન્દ્રો પર નોંધાયેલા ૫૧,૪૮૨ ઉમેદવારોમાંથી ૪૯,૮૬૭ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર જયપુર કેન્દ્ર સિવાય તમામ જગ્યાએ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
પરીક્ષા અને પુનઃપરીક્ષાની મહત્વની વિગતો:
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM