હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

અમદાવાદ : યુએસ ડૉલર (USD) સામે ભારતીય રૂપિયો ૯૫.૭૦ ની આસપાસ પહોંચતા વિદેશમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ (NRI) એ રાજ્યની બેંકોમાં મોટી માત્રામાં નાણાં જમા કરાવ્યા છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC) ગુજરાતના તાજેતરના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (જૂન ૨૦૨૬ અંતિત) ગુજરાતમાં કુલ એનઆરઆઈ ડિપોઝિટ વાર્ષિક ધોરણે ૧૨.૪ ટકાના મજબૂત વધારા સાથે રૂ. ૧,૨૨,૩૬૩.૭૪ કરોડ ના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. અગાઉના વર્ષે સમાન ગાળામાં આ આંકડો રૂ. ૧,૦૮,૮૯૭.૯૯ કરોડ હતો, જેમાં એક જ વર્ષમાં આશરે રૂ. ૧૩,૪૬૬ કરોડનો માતબર વધારો થયો છે.
બેંકિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉલર મજબૂત થવાના કારણે મળતા ઊંચા વળતર ઉપરાંત, વિદેશી ગુજરાતીઓનો પોતાની માતૃભૂમિમાં રોકાણ કરવાનો મોહ સતત વધી રહ્યો છે. એનઆરઆઈ દ્વારા મોકલવામાં આવતા આ ભંડોળનો મોટો હિસ્સો ખાસ કરીને અમદાવાદમાં હાઇ-એન્ડ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીઝ તેમજ મ્યુચ્યુઅલ ફંડ જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પોમાં જઈ રહ્યો છે.
ટોપ-૧૦ જિલ્લાઓનું યોગદાન અને ગાંધીનગરનો નવો પ્રવેશ
રાજ્યની કુલ એનઆરઆઈ ડિપોઝિટમાં ૨૨.૩ ટકાના હિસ્સા સાથે રૂ. ૨૭,૩૨૬.૦૨ કરોડ નું યોગદાન આપીને અમદાવાદ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યું છે. રૂ. ૧૯,૪૪૭.૧૧ કરોડ સાથે વડોદરા બીજા અને રૂ. ૧૮,૨૧૨.૬૫ કરોડ સાથે કચ્છ ત્રીજા સ્થાને રહ્યું છે. આ ત્રણેય જિલ્લાઓ મળીને કુલ ડિપોઝિટનો ૫૦% થી વધુ હિસ્સો ધરાવે છે.
આ ઉપરાંત, આણંદ રૂ. ૯,૭૪૬.૫૮ કરોડ સાથે ચોથા ક્રમે રહ્યું છે, જ્યારે સુરત (રૂ. ૯,૪૮૦.૮૨ કરોડ) અને રાજકોટ (રૂ. ૯,૩૬૮.૪૯ કરોડ) અનુક્રમે પાંચમા અને છઠ્ઠા ક્રમે રહ્યા છે. ટોપ-૧૦માં ગાંધીનગરે રૂ. ૫,૩૫૩.૨૩ કરોડની ડિપોઝિટ સાથે જામનગરનું સ્થાન લઈને નવો પ્રવેશ કર્યો છે.
ગુજરાતમાં NRI ડિપોઝિટ ધરાવતા મુખ્ય જિલ્લાઓ:
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM