હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોલકાતા : અન્નપૂર્ણા યોજનાના ભથ્થામાં અસહ્ય વિલંબ સામે ભડક્યો જનઆક્રોશ, મહિલાઓનો રસ્તા અને રેલવે ટ્રેક પર ઉગ્ર વિરોધ પ્રદર્શન
માલદામાં મહિલાના રહસ્યમય મોતથી માહોલ તંગ, વિપક્ષનો સરકાર પર મોટો પ્રહાર, સરકારે કરી વહેલી ચુકવણીની ખાતરી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં કલ્યાણકારી યોજનાના નામે ચાલી રહેલા વહીવટી ધાંધિયા અને ગંભીર વિલંબ સામે સામાન્ય જનતાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં એક તરફ મહિલાઓ ભથ્થાની આશામાં બેસી રહી છે તો બીજી તરફ સરકારી તંત્રની બેદરકારી સામે આક્રમક અવાજ ઉઠાવી રહી છે.
મળતી માહિતી અનુસાર, અન્નપૂર્ણા યોજના હેઠળ લાભોના વિતરણમાં થઈ રહેલા ભારે વિલંબના વિરોધમાં સેંકડો મહિલાઓ રસ્તાઓ પર ઉતરી આવી છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે. માલદાના ગાઝોલમાં એક અડત્રીસ વર્ષીય મહિલા અનિતા ખાતુન મૃત હાલતમાં મળી આવ્યા બાદ માહોલ વધુ તંગ બન્યો છે, જ્યાં પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અન્નપૂર્ણા યોજનાનું ભથ્થું સમયસર ન મળવાને કારણે અને આર્થિક વિટંબણાના કારણે તેણીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું છે, જોકે પોલીસ તપાસ હજુ ચાલી રહી છે.
આ યોજના ભૂતપૂર્વ સરકારની લક્ષ્મી ભંડાર યોજનાનું પુનઃપેકેજ્ડ સ્વરૂપ છે, જેમાં શરૂઆતમાં વચન આપવામાં આવ્યું હતું કે દરેક પાત્ર મહિલાને માસિક સહાય નિયમિત મળશે. પરંતુ ચકાસણી પ્રક્રિયામાં લાખો અરજીઓ અટવાઈ જવાને કારણે અને બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાના કારણે કરોડો મહિલાઓ આર્થિક સહાયથી વંચિત રહી છે, જેના કારણે રાજ્યભરમાં અસંતોષની આગ ફેલાઈ ગઈ છે.
ભથ્થું ન મળવાના રોષમાં મહિલાઓએ બ્લોક ડેવલપમેન્ટ ઓફિસો અને મ્યુનિસિપલ ઓફિસોને ઘેરી લીધી છે એટલું જ નહીં પરંતુ કોલકાતાના બિરાતી અને ઉત્તર દમદમ વિસ્તારમાં મહિલાઓએ રેલવે ટ્રેક પર બેસીને કલાકો સુધી ટ્રેન સેવાઓ રોકી દીધી હતી અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો પણ વધ્યો છે જ્યાં વિપક્ષી દળો દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે, તો બીજી તરફ વહીવટી અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાત્ર લાભાર્થીઓને વહેલી તકે નાણાકીય સહાય પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને કોઈ પણ સાચા દાવેદારને વંચિત નહીં રાખવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસે 'અન્નપૂર્ણા દિવસ' તરીકે ઉજવણી કરવાની અને લાખો લાભાર્થીઓ સાથે મોટી રેલી કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ જમીની સ્તરે મહિલાઓનો આક્રોશ શમવાનું નામ નથી લઈ રહ્યો અને વિરોધ પ્રદર્શનો સતત ઉગ્ર બની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
