<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

અમેરિકાના ૫૦ ટકા ટેરિફ સામે કેનેડાનો હુંકારઃ ‘આ અમારી ઉપરનો આર્થિક એટેક છે, હવે ડોલર સામે ડોલર; ૮ સપ્ટેમ્બરથી વળતા ટેરિફ લાદવાની જાહેરાત: કેનેડાએ વેપાર મંત્રણાઓ સ્થગિત કરી પોતાના પ્રતિનિધિઓને પરત બોલાવ્યા

ઓટાવા, તા. ૨૩ : અમેરિકા સાથેની વેપાર મંત્રણાઓ નિષ્ફળ ગયા બાદ કેનેડાએ આક્રમક વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાના નવા પચાસ ટકા ટેરિફ સામે ‘ડોલર સામે ડોલર’ વળતા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. કેનેડાની સત્તાવાર માહિતી મુજબ આ વળતા ટેરિફ આઠ સપ્ટેમ્બરથી અમલમાં આવશે. અમેરિકા દ્વારા આશરે અઠ્ઠાવીસ અબજ ડોલરની કેનેડિયન ચીજવસ્તુઓ ઉપર પચાસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત બાદ કેનેડાએ વેપાર મંત્રણાઓ સ્થગિત કરી પોતાના પ્રતિનિધિઓને પરત બોલાવ્યા છે.

 

કાર્નીએ જણાવ્યું કે અમેરિકાની છેલ્લી ઘડીની શરતો અન્યાયી અને આર્થિક રીતે અસ્વીકાર્ય હતી. કેનેડા પોતાની સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં કરે. વળતા ટેરિફમાં સ્ટીલ, ડેરી ઉત્પાદનો, ઘરગથ્થુ ઉપકરણો, કૃષિ સાધનો, કાગળ અને ઇલેક્ટ્રોનિક્સ સહિતના ક્ષેત્રોને આવરી લેવાની તૈયારી છે. અસરગ્રસ્ત કામદારો અને ઉદ્યોગો માટે વધારાની સહાય પણ જાહેર કરાશે.

(10:47 AM IST)