હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારી નોકરી ઝંખતા કરોડો યુવાનો માટે મોટા સમાચાર: કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૮ લાખથી વધુ જગ્યાઓ ખાલી!
આરટીઆઈમાં થતાં સનસનાટીભર્યો ખુલાસો : રેલ્વે, સંરક્ષણ અને ગૃહ મંત્રાલય જેવા અતિ મહત્વના વિભાગોમાં જ આશરે ૬ લાખ પદો ખાલી હોવાનો આંકડો સામે આવ્યો

નવી દિલ્હી: દેશભરમાં લાખો બેરોજગાર યુવાનો જ્યારે રાત-દિવસ એક કરીને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારના વહીવટી માળખામાંથી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. એક RTI (માહિતીનો અધિકાર) અરજીના ઉત્તરમાં નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારના નાગરિક વિભાગોમાં ૮.૨૩ લાખથી વધુ મંજૂર થયેલી જગ્યાઓ ખાલી પડી છે. આનો સીધો અર્થ એ થાય છે કે કેન્દ્રના કુલ મંજૂર સેટઅપમાંથી આશરે ૨૧ ટકા જેટલી જગ્યાઓ પર કર્મચારીઓ જ નથી.
મધ્યપ્રદેશના કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર દ્વારા કરાયેલી અરજીના જવાબ મુજબ, ૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં કેન્દ્ર સરકારના કુલ ૩૯.૨૩ લાખથી વધુ મંજૂર પદોમાંથી ફક્ત ૩૦.૯૯ લાખ કર્મચારીઓ જ કાર્યરત હતા. સત્તાના સર્વોચ્ચ શિખર ગણાતા રાષ્ટ્રપતિ સચિવાલયમાં ૨૮૭ જગ્યાઓ અને વડાપ્રધાન કાર્યાલય (PMO) માં આશરે ૨૮.૫૭ ટકા પદો ખાલી છે. સૌથી ખરાબ સ્થિતિ દેશની સુરક્ષા અને પરિવહન સાથે જોડાયેલા મંત્રાલયોની છે. સંરક્ષણ મંત્રાલયના નાગરિક વિભાગમાં ૨.૪૨ લાખથી વધુ અને ભારતીય રેલ્વેમાં ૨.૪૦ લાખથી વધુ જગ્યાઓ ખાલી છે, જ્યારે ગૃહ મંત્રાલયમાં પણ ૧.૧૦ લાખથી વધુ જગ્યાઓ ભરાવાની બાકી છે.
માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ દેશના આર્થિક અને સામાજિક વિકાસ સાથે સીધા સંકળાયેલા ટપાલ, મહેસૂલ, આરોગ્ય અને શિક્ષણ જેવા વિભાગો પણ સ્ટાફની ભીષણ અછતનો સામનો કરી રહ્યા છે. ટપાલ વિભાગમાં ૬૧ હજારથી વધુ અને કર વસૂલાત કરતા મહેસૂલ વિભાગમાં આશરે ૭૦ હજાર પદો ખાલી હોવાથી કામગીરી પર ભારે અસર પડી રહી છે. ઉપરાંત, કૃષિ, ઉચ્ચ શિક્ષણ અને પર્યાવરણ જેવા મંત્રાલયોમાં પણ ૩૦ થી ૫૦ ટકા જગ્યાઓ ખાલી પડી હોવાથી સરકારી યોજનાઓના અમલીકરણ અને નાગરિક સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
