તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 23rd August 2026
ICMR ની મોટી સ્પષ્ટતા: દેશમાં H1N1 નો કોઈ નવો સ્ટ્રેન નથી મળ્યો : ગભરાવાને બદલે સાવચેતી જરૂરી
હાલમાં ફેલાઈ રહેલો વાયરસ ૨૦૨૫ થી કાર્યરત જુનો જ પ્રકાર: રસી સંપૂર્ણ અસરકારક હોવાનો દાવો અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ ૩-૪ દિવસમાં સ્વસ્થ થતા હોવાની વૈજ્ઞાનિકોની પુષ્ટિ

નવી દિલ્હી: દેશમાં અને ખાસ કરીને રાજધાની દિલ્હીમાં મોસમી ફ્લૂ અને સ્વાઈન ફ્લૂ (H1N1) ના કેસોમાં અચાનક થયેલા વધારાને પગલે નાગરિકોમાં વ્યાપેલી ચિંતા વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. ICMR ના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં ફેલાઈ રહેલો વાયરસ એ H1N1 નો કોઈ નવો સ્ટ્રેન કે મ્યુટેન્ટ નથી, તેથી લોકોએ બિલકુલ ગભરાવાની કે અફવાઓથી દોરવાવાની જરૂર નથી. આરોગ્ય એજન્સીઓ દ્વારા સમગ્ર દેશમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.
વૈજ્ઞાનિકોએ તકનીકી વિગતો આપતાં જણાવ્યું છે કે હાલમાં સક્રિય વાયરસ Influenza A (H1N1) pdm09 શ્રેણીનો 'જેવો જ વાયરસ છે. આ વાયરસ ક્લેડ 6B.1A.5a2a અને સબક્લેડ D.3.1.1 સાથે સંબંધ ધરાવે છે, જે વર્ષ ૨૦૨૫ થી જ દેશમાં ફેલાઈ રહ્યો છે. સૌથી રાહતની વાત એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ઉત્તરીય ગોળાર્ધ માટેની ફ્લૂ વેક્સિન આ વાયરસ સ્ટ્રેન સામે સંપૂર્ણપણે મેળ ખાય છે અને ઉત્તમ રક્ષણ પૂરું પાડે છે. સામાન્ય રીતે આ વાયરસ 'સેલ્ફ-લિમિટિંગ' એટલે કે આપોઆપ મટી જતો હોય છે, જેમાં દર્દીને તાવ, ઉધરસ, ગળામાં ખરાશ અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે અને પૂરતો આરામ તથા પ્રવાહી લેવાથી ૩ થી ૪ દિવસમાં સંપૂર્ણ સુધારો આવી જાય છે.
જોકે, ICMR એ નાના બાળકો, વૃદ્ધો અને અગાઉથી અસ્થમા, ડાયાબિટીસ કે હૃદયરોગ જેવી ગંભીર બીમારી ધરાવતા ઉચ્ચ જોખમ વાળા જૂથોને વિશેષ સાવચેતી રાખવા સલાહ આપી છે. તબીબોના મતે ચોમાસાની ભીનાશ અને ભેજવાળા હવામાનને કારણે વાયરલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે, પરંતુ દરેક તાવ H1N1 નથી હોતો. જાતે દવાઓ લેવાનું ટાળવું જોઈએ અને જો શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તાવ સતત વધતો રહે તો તાત્કાલિક તબીબી સલાહ લેવી હિતાવહ છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
