હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 23rd August 2026
દિલ્હીમાં ખુલ્લા નાળામાં પડેલા માસૂમ મિથુનની 26 કલાક પછી પણ શોધખોળ ચાલુ
સ્થાનિક પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓ બાળકને ઝડપથી શોધી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

દિલ્હીના જસોલા વિસ્તારમાં ખુલ્લા નાળામાં પડી ગયેલા માસૂમ બાળક મિથુનની ઘટનાને 26 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. અકસ્માત સર્જાયા બાદથી જ NDRF અને બચાવ ટીમો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ બાળકની કોઈ ભાળ મળી શકી નથી. હાલ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે મોટી મશીનરીઓ મંગાવીને ફરીથી ઊંડાણપૂર્વક શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓ બાળકને ઝડપથી શોધી બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
