News of Monday, 24th August 2026
મહારાષ્ટ્રઃ કોચિંગ ક્લાસિસમાં બાળકને પાંચ કલાકથી વધુ ભણાવી નહીં શકાય
૧૩ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ સેન્ટરોમાં ભણાવી નહીં શકાય : બાળકોના મેન્ટલ વેલબીઇંગને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે નવો કાયદો લાવી રહી છે

મુંબઇ તા.૨૪: મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર પ્રાઇવેટ કોચિગ સેન્ટર્સ (રજિસ્ટ્રેશન ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ, ૨૦૨૬નો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ઉદ્દેશ રાજ્યભરના પ્રાઇવેટ કોચિગ ક્લાસિસને રેગ્યુલેટરી નેટવર્ક હેઠળ લાવવાનો છે. કોચિગ ક્લાસિસમાં પાંચ કલાકથી વધુ સમય માટે બાળકને ભણાવવા પર પ્રતિબંધ મૂકવાનો મુખ્ય મુદ્દો આ પ્રસ્તાવમાં રજૂ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવિત કાયદો રજિસ્ટ્રેશન, ફી, વિદ્યાર્થીઓની સલામતી, વેલબીઇંગ, કાઉન્સેલિગ, વર્કિગ કન્ડિશન અને ફરિયાદ નિવારણ પર ફોકસ કરશે.
પ્રસ્તાવિત કાયદો પચીસથી વધુ વિદ્યાર્થીઓને કોચિગ પૂરું પાડતા કોચિગ અથવા ટ્યુશન ક્લાસિસને લાગુ પડશે, જ્યારે ઇન્ટિગ્રેટેડ કોચિગ અથવા ડમી સ્કૂલ મોડલ પર પ્રતિબંધ મૂકવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. કોચિગ ક્લાસિસને બેઝમેન્ટમાં ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે અને એવા લોકોની ભરતી પર પ્રતિબંધ મૂક્યો છે જેમની સામે કોગ્નિઝેબલ ગુનો નોંધાયેલો છે. સ્કૂલ એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે ડ્રાફટને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં ૪ સપ્ટેમ્બરે સાંજે ૬ વાગ્યા સુધી જનતા પાસેથી સૂચનો અને વાંધા મગાવ્યાં છે.
૧૩ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિગ સેન્ટરોમાં ભણાવી નહીં શકાય.
કેન્દ્રોને વિદ્યાર્થીઓ અને વાલીઓને ભ્રામક વચનો આપવાની અથવા રેન્ક અથવા સારા માર્ક્સની ખાતરી આપવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.
દિવસમાં કોચિંગના કલાકો મર્યાદિત રહેશે અને પાંચ કલાક જ ભણાવી શકાશે
કોચિંગના કલાકો પણ સવારે વહેલા અથવા સાંજે ખૂબ મોડા ન કરવા જોઈએ.
પ્રસ્તાવિત કાયદો વિદ્યાર્થીઓના માનસિક વેલબીઇંગ પર નોંધપાત્ર ભાર મૂકે છે. કોચિંગ સેન્ટરોએ કાઉન્સેલિગ સિસ્ટમ્સ વિકસાવવી પડશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપલબ્ધ કાઉન્સેલરો અથવા મનોવૈજ્ઞાનિકો વિશે માહિતી પૂરી પાડવી પડશે.
કેન્દ્રોએ ફીની ચુકવણી અથવા આંશિક ચુકવણી પર તરત જ રસીદ આપવી પડશે.
દરેક અભ્યાસક્રમ માટે ફી સ્પષ્ટ રીતે જાહેર કરવી પડશે. જાહેર કરાયેલી
કોર્સ-ફીમાં પ્રોસ્પેક્ટસ, નોટ્સ, એજ્યુકેશનલ મટીરિયલ, ઇન્ટર્નલ એક્ઝામ્સ અને અન્ય સંબંધિત વસ્તુઓનો સમાવેશ થશે.
કોઈ કોચિંગ સેન્ટર ડમી સ્કૂલ તરીકે નહીં ચાલે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
