News of Monday, 24th August 2026
લખનઉની સાડીબજારમાં જોવા મળી મોદી-મેલોની સાડી
મશીન-પ્રિન્ટેડ આ સાડીની કિંમત ૬૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે

લખનઉ તા.૨૪: આ વર્ષે મે મહિનામાં વડા પ્રધાન મોદી અને ઇટલીના વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીની મુલાકાત અને તેમણે લીધેલો મેલડીવાળો સેલ્ફી ખૂબ વાઇરલ થયો હતો. એ વાત ભલે હવે જૂની થઈ ગઈ, પરંતુ તાજેતરમાં લખનઉના ગણેશગંજમાં મોદી-મેલોનીની તસવીરોવાળી સાડી બજારમાં આવી છે. આ સાડીનો વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. સાડીના પાલવ અને બોર્ડર પર આ બે નેતાઓની તસવીરો છપાઈ છે. આ સાડીમાં બીજી કોઈ ખાસ કારીગરી નથી, મશીન-પ્રિન્ટેડ સાડી છે. એની કિમત ૬૦૦ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે સોશ્યલ મીડિયા પર આ સાડીને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
