News of Monday, 24th August 2026
સપ્ટેમ્બરમાં બે વાર દેશવ્યાપી બેંક હડતાળઃ અનિશ્ચિતિ મુદતની પણ ધમકી
પાંચ દિવસના કાર્ય સપ્તાહની માંગણી માટે : પહેલી રાષ્ટ્રવ્યાપી હડતાળ ૧૧ સપ્ટેમ્બરે થશે. બીજી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળની રહેશે

નવી દિલ્હી તા.૨૪: બેંક યુનિયનોએ અનેક તબક્કામાં રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. પહેલી રાષ્ટ્રવ્યાપી હડતાળ ૧૧ સપ્ટેમ્બરે થશે. બીજી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળની રહેશે. આ પછી, અનિヘતિ હડતાળની પણ ધમકી આપવામાં આવી છે. સપ્ટેમ્બરમાં બે વાર પાંચ દિવસના કાર્ય સપ્તાહની માંગણી માટે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ અનિヘતિ હડતાળની પણ જાહેરાત કરવામાં આવી છે.બેંક યુનિયનો આ માંગણીના આધારે પાંચ દિવસની બેંકિગ સિસ્ટમ લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે.
દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા યુનિયનો તેમની માંગણીઓ માટે દબાણ કરવા માટે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. સંગઠને ૧૧ સપ્ટેમ્બરે એક દિવસની અખિલ ભારતીય હડતાળની જાહેરાત કરી છે. આ પછી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ કરવામાં આવશે. જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તેઓએ ૨૬ ઓક્ટોબરથી અનિヘતિ હડતાળની ધમકી આપી છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) એ મુખ્ય બેંક કર્મચારી અને અધિકારી યુનિયનોનું સંગઠન છે. UFBU એ પાંચ દિવસની બેંકિગ સિસ્ટમ લાગુ કરવા અને સરકારની સુધારેલી પર્ફોર્મન્સ લિક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના પાછી ખેંચવાની માંગણી સાથે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. યુનિયનો અનુસાર, ૧૧ સપ્ટેમ્બરે એક દિવસની અખિલ ભારતીય હડતાળ કરવામાં આવશે, ત્યારબાદ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ કરવામાં આવશે. જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો ૨૬ ઓક્ટોબરથી અનિヘતિ હડતાળ શરૂ થશે.
UFBU એ જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૪ માં હસ્તાક્ષર કરાયેલ ૧૨મી દ્વિપક્ષીય સમાધાન અને ૯મી બિદુ નોંધ હેઠળ, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ પાંચ દિવસની બેંકિગ સિસ્ટમ લાગુ કરવા માટે સંમતિ આપી હતી. યુનિયનો કહે છે કે આ દરખાસ્ત બે વર્ષથી વધુ સમય પછી પણ સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. બેંક યુનિયનો આ માંગણીના આધારે પાંચ દિવસની બેંકિગ સિસ્ટમ લાગુ કરવા માટે દબાણ કરી રહ્યા છે.
બેંક યુનિયનો નાણા મંત્રાલયની સુધારેલી પર્ફોર્મન્સ લિક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો પણ વિરોધ કરી રહ્યા છે. UFBAનો આરોપ છે કે આ સિસ્ટમ ભેદભાવપૂર્ણ છે. યુનિયનો અનુસાર, સ્કેલ IV અને તેનાથી ઉપરના અધિકારીઓને આ યોજના હેઠળ વ્યક્તિગત કામગીરીના આધારે નોંધપાત્ર પ્રોત્સાહનો મળી શકે છે. UFBA અનુસાર, મોટાભાગના કર્મચારીઓને મહત્તમ ૧૫ દિવસના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા જેટલું પ્રોત્સાહન મળી શકે છે. સ્કેલ IV અને તેનાથી ઉપરના વરિષ્ઠ અધિકારીઓને ૩૬૫ દિવસના મૂળ પગાર સુધીનું પ્રોત્સાહન મળી શકે છે.
UFBA અનુસાર, PLI યોજના સંબંધિત મામલો હાલમાં મુખ્ય શ્રમ કમિશનર સમક્ષ સમાધાન કાર્યવાહી હેઠળ છે. આ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે. UFBAએ માંગ કરી છે કે PLI યોજનાને મુલતવી રાખવામાં આવે અને યુનિયનો સાથે ચર્ચા કરીને ફેરફારો કરવામાં આવે. યુનિયનોએ કહ્યું છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, પહેલા ૧૧ સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ, પછી ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ અને ૨૬ ઓક્ટોબરથી અનિヘતિ સમયની હડતાળ કરવામાં આવશે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
