News of Monday, 24th August 2026
લગ્ન માટે પતિ અને પત્નીની ઉંમરમાં કેટલું અંતર હોય તે જરૂરી ?
ઉંમરના તફાવત વિશે રિસર્ચ શું કહે છે ? : લગ્ન માટે યુવક કે યુવતી માટે કોઈ વાત આવે એટલે સૌથી પહેલા ઉંમરના તફાવતને ધ્યાનમાં લેવામાં આવે છે. જો યુવક અને યુવતીની ઉંમરમાં વધારે વર્ષનો તફાવત હોય તો લગ્નની વાત ત્યાં જ અટકી જાય છે

નવી દિલ્હી તા.૨૪: લગ્ન માટે વાત આવે ત્યારે સૌથી પહેલા ઉંમરનો તફાવત કેટલો છે તે જોવામાં આવે છે. લગ્ન માટે યુવક-યુવતીની ઉંમરમાં આજના સમયમાં ૧, ૨ વર્ષનો તફાવત હોય તેને આદર્શ માને છે. તેની સામે ૫ વર્ષથી વધુનો તફાવત હોય તો લગ્નની વાત અટકી જાય છે. પરંતુ ખરેખર લગ્ન માટે યુવક-યુવતીની ઉંમરમાં કેટલો તફાવત હોવો જોઈએ એ ખબર છે ? ઉંમરના તફાવત વિશે રિસર્ચ શું કહે છે ચાલો જાણીએ.
લગ્ન જીવન કેવું પસાર થશે તેનો આધાર તો આપસી સમજ, પ્રેમ, વિશ્વાસ પર હોય છે. પણ તેની સાથે ઉંમર પણ અસર કરે છે. લગ્નજીવન કેવું રહેશે તેનો આધાર ઉંમરના અંતર પર પણ હોય છે. સામાન્ય રીતે ભારતમાં હવે ૧-૨ વર્ષનું અંતર હોય તેવો જ આગ્રહ રાખે છે. પણ રિસર્ચ અનુસાર પાર્ટનરની ઉંમરમાં ૫ વર્ષનું અંતર હોય તે સ્વીકાર્ય છે. ઉંમરનું અંતર ઓછું હોય તે પણ સમસ્યા કરે અને ૫ વર્ષથી વધુ હોય તો પણ સમસ્યા થઈ શકે છે.
રિસર્ચ જણાવે છે કે જો કપલ સમાન ઉંમરના હોય કે તેમની વચ્ચે ઝીરોથી ૨ વર્ષનું જ અંતર હોય તો લગ્નજીવનમાં અહમ ટકરાવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સમાન એજના કપલ વચ્ચે સમસ્યા થઈ શકે છે.
યુવક યુવતીની ઉંમરમાં ૫ વર્ષથી વધુનો તફાવત હોય તો પણ લગ્નજીવનમાં સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં સંબંધમાં સંતુષ્ટિની ખામી, ઈચ્છાઓ, શોખ અલગ હોવા જેવી સમસ્યા થઈ શકે છે. ઉંમરમાં વધારે તફાવત હોય તો શરુઆતમાં તો સમસ્યા નથી થતી. ધીરે ધીરે જેમ પાર્ટનરની ઉંમર વધે છે તેમ વિચારોના તફાવત, ઉંમરની અસરના કારણે લગ્નજીવનમાં સમસ્યા થવા લાગે છે.
રિસર્ચ અનુસાર ઉંમરમાં ૩ થી ૫ વર્ષ સુધીનું અંતર આદર્શ રહે છે. ઉંમરના આ તફવતમાં લગ્નજીવન સુખી રહે તેવી શક્યતા વધુ હોય છે. તેની પાછળ પણ સાયન્સ જવાબદાર છે. રિસર્ચ અનુસાર યુવક સામાન્ય રીતે ૨૫ વર્ષ પછી જવાબદારી સંભાળવા માટે મેન્ટલી રેડી થાય છે. ૨૫ વર્ષથી નાની વયમાં જવાબદારીનો અભાવ હોય છે. જ્યારે યુવતીઓ ૨૧ વર્ષ પછી જવાબદારી નિભાવવા માટે રેડી હોય છે. તેથી યુવકની ઉંમર ૨૫ થી વધુ અને યુવતીની ઉંમર ૨૧ થી વધુ હોય તો લગ્ન માટે આદર્શ સ્થિતિ ગણાય છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
