News of Monday, 24th August 2026
ખાંડ એકાએક બની કડવીઃ બે મહીનામાં રિટેલ ભાવમાં આશરે ૪૦%નો ભાવ વધારો
તહેવાર ટાણે ખાંડના ભાવ સળગતા મીઠાઈના ભાવોમાં પણ વધારો : સરકારને ભીંસમાં લેવા વિપક્ષને મળ્યું હથિયાર : ખાંડનો ૫ હજાર વર્ષનો ‘‘મીઠો'' ઇતિહાસઃ ભારત થી શરૂ થયેલી મીઠાશની વિશ્વ સફરઃ શેરડીથી શરૂ થઈ મીઠાશની અનેરી કહાનીઃ ભારતે આપી ખાંડ ને સ્ફટિક બનાવવાની કળાઃ ભારતથી પર્શિયા અને પછી અરબ વિશ્વ સુધીઃ ચીન સુધી પહોંચી ભારતીય ખાંડની ટેકનિકઃ યુરોપમાં ખાંડ સામાન્ય વસ્તુ નહીં, પરંતુ રાજાશાહીનો વૈભવઃ અરબો દ્વારા ખાંડ યુરોપ સુધી પહોંચીઃ ૧૫મી અને ૧૬મી સદી વેળાએ ખાંડ ઉદ્યોગમાં આવ્યો મોટો વળાંકઃ ઔદ્યોગિક ક્રાંતિએ ખાંડને બદલી નાખીઃ ભારતમાં આધુનિક ખાંડ ઉદ્યોગ નો ઉદયઃ ૧૯૩૨ રહ્યું ભારતીય ખાંડ ઉદ્યોગ માટે ઐતિહાસિક વર્ષઃ સ્વતંત્રતા પછી સહકારી ખાંડ મિલોનો વિકાસઃ ગોળ થી લઈને સફેદ ખાંડ અને હવે ઇથેનોલ સુધીઃ ‘શર્કરા'થી ‘‘સુગર '' સુધીની સફરઃ વિશ્વમાં ખાંડના ઉત્પાદન અને વપરાશમાં બ્રાઝિલ પ્રથમ ક્રમે , ભારત બીજા ક્રમેઃ ચીનમાં ઉત્પાદન કરતાં વપરાશ વધારેઃ સૌથી વધારે ખાંડ કયાં વપરાય છે.....? ખાંડની વૈશ્વિક નિકાસ માં કોણ આગળ....? ખાંડના ભાવ વધારાને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે ૧૦ લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને આપી મંજૂરી : લગભગ એક દાયકામાં ભારતે પહેલી વાર આ પ્રકારની ખાંડ આયાતની આપી મંજૂરી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ હાલમાં ખાંડ જાણે કડવી બની હોય તેમ માત્ર બે મહીનાના સમય માં એકાએક રિટેલ ભાવ માં આશરે ૪૦ % નો ભાવ વધારો જોવા મળ્યો છે, જેને પગલે તહેવાર ટાણે મધ્યમ વર્ગીય પરીવાર માટે દાઝયા ઉપર ડામ લાગ્યો છે.
ખાંડ દરેક પરીવારની રોજીંદી જરૂરિયાતની વસ્તુ છે, ભાવના વધારાને કારણે ગળહિણીઓનું બજેટ ખોરવાશે, બજારમાં ચા ની ચુસ્કી મોંઘી બનશે, ખાંડના આ ભાવ વધારાને લઈને મીઠાઈઓના ભાવો પણ વધશે, એ પણ ત્યારે કે સામે તહેવારોની સીઝન આવી છે.
સરકાર આ ભાવવધારાને કાબુમાં લેવા પ્રયત્નો કરી રહી છે, પરંતુ વિપક્ષોને તો જાણે સરકાર સામે લડવા નવું હથિયાર મળી ગયું હોય તેમ સરકારને ભીંસમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે, તો આપ ના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ એ તો આક્ષેપ કર્યો છે કે પેટ્રોલ માં ઇથેનોલ ભેળવવા ને કારણે ખાંડના ભાવ વધ્યા છે, બિચારી ભોળી પ્રજા સમજી શકતી જ નથી કે ખરેખર સાચું શું છે.
આ વેળા એ આવો આપણે પહેલા ખાંડ ના ‘‘મીઠા'' ઇતિહાસ ને જોઈએ,આમ તો ખાંડ નો ૫,૦૦૦ વર્ષ નો ઇતિહાસ છે, જેમાં ભારત થી શરૂ થયેલી મીઠાશની વિશ્વ ભર સફર જોવા મળી છે,આજે ચા, કોફી, મીઠાઈ કે ઠંડા પીણાંમાં સહજ રીતે ઉપયોગમાં લેવાતી ખાંડ આપણા રોજિંદા જીવનનો એક સામાન્ય ભાગ બની ગઈ છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે ખાંડ સામાન્ય માણસ માટે અત્યંત દુર્લભ અને મોંઘી વસ્તુ હતી , ખાંડની આ સફર હજારો વર્ષ જૂની છે અને તેના ઇતિહાસમાં ભારતનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શેરડી થી શરૂ થઈ મીઠાશ ની કહાની, શેરડીનું મૂળ પ્રાચીન દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડાયેલું માનવામાં આવે છે, સંશોધન અનુસાર શેરડીનું પાળતુ છોડ તરીકેનું પ્રારંભિક વિકાસ લગભગ ૮,૦૦૦ ઈસ. પૂર્વ આસપાસ ન્યૂ ગિની વિસ્તાર માં થયો અને ત્યાર બાદ તે દક્ષિણ પૂર્વ એશિયા તથા ભારત તરફ ફેલાઈ, પ્રાચીન ભારતમાં શેરડી નો ઉપયોગ માત્ર મીઠાશ માટે જ નહીં, પરંતુ રસ અને ગોળ જેવા ઉત્પાદનો માટે પણ થતો હતો, સંસ્કળત સાહિત્ય માં શેરડી અને તેના ઉત્પાદનો અંગેના ઉલ્લેખો મળે છે.
કહેવાય છે કે ભારતે આપી ખાંડને સ્ફટિક બનાવવાની કળા, ખાંડના ઇતિહાસ માં સૌથી મોટી ક્રાંતિ ત્યારે થઈ જ્યારે શેરડીના રસને માત્ર ગોળ કે ચાસણી તરીકે નહીં પરંતુ સ્ફટિકા કાર ખાંડ માં પરિવર્તિત કરવાની પદ્ધતિ વિકસાવવામાં આવ , આ પ્રક્રિયા ભારતમાં પ્રાચીન કાળમાં વિકસિત થઈ હતી, આશરે ઈસ.સનના પ્રથમ સદી ઓ માં શેરડીના રસમાંથી ખાંડના સ્ફટિકો બનાવવાની પદ્ધતિ જાણીતી બની હતી , સંસ્કળત માં ‘શર્કરા' શબ્દ નો ઉપયોગ સ્ફટિકા કાર ખાંડ માટે થતો હતો, ‘‘ખંડ'' અથવા ‘ખાંડ' જેવા શબ્દો પણ ખાંડના તૂટેલા સ્ફટિકો માટે વપરાતા હતા, આજના અંગ્રેજી શબ્દ કેન્ડીની ઉત્પત્તિ પણ ભારતીય ‘ખંડ' શબ્દ સાથે જોડાયેલી હોવા નું માનવામાં આવે છે.
ભારતથી પર્શિયા અને પછી અરબ વિશ્વ સુધી,ભારત માં વિકસેલી શેરડી માં થી ખાંડ બનાવવાની ટેકનિક ધીમે ધીમે ભારતની બહાર પહોંચી ,આશરે પાંચમી સદી સુધી માં પર્શિયા માં ખાંડનું ઉત્પાદન અને પ્રક્રિયા જાણીતી થઈ હતી, પર્શિયન ભાષા માં ભારતીય ‘શર્કરા'માં થી ‘શકર' જેવા શબ્દો વિકસ્યા , બાદ માં આ શબ્દ અરબી ભાષામાં ‘સુક્કર' તરીકે પ્રચલિત થયો.
અરબ વેપારી ઓ અને કળષિ જ્ઞાન ના પ્રસારમાં ખાંડની ખેતી તથા ઉત્પાદન મધ્યપૂર્વ, મેસોપોટેમિયા, ઇજિપ્ત અને ઉત્તર આફ્રિકા સુધી પહોંચ્યું. ઈસ. સનની શરૂઆતના મધ્યકાલીન સમયગાળામાં ખાંડ એક મહત્વપૂર્ણ વેપારી વસ્તુ બની ગઈ હતી.
ભારત ની ખાંડ બનાવવાની કળા પૂર્વ તરફ પણ ફેલાઈ , ઈ.સ. ૭ મી સદીમાં ચીનના શાસકો અને પ્રતિનિધિ ઓ એ ભારત માં થી શેરડી ની ખેતી તથા ખાંડ બનાવવા ની ટેકનિક અંગે માહિતી મેળવવા માં રસ દાખવ્યો હતો, ઐતિહાસિક નોંધો અનુસાર ચીનના પ્રતિનિધિ મંડળોએ ભારતની મુલાકાત લઈને ખાંડ ઉત્પાદનની પદ્ધતિઓ શીખી હતી, આ રીતે ભારત ની ટેકનિકે એશિયા ના અન્ય પ્રદેશો માં શેરડી અને ખાંડ ના વિકાસને પણ પ્રભાવિત કર્યો, યુરોપમાં તો ખાંડ સામાન્ય વસ્તુ નહીં, જાણે રાજાશાહી નો વૈભવ ગણાતો, મધ્યકાલીન યુરોપમાં ખાંડ અત્યંત મોંઘી હતી, તે સામાન્ય ઘરગથ્થુ વસ્તુ કરતાં વધુ વૈભવી અને ઔષધીય વસ્તુ તરીકે વપરાતી.
૧૧ મી સદી સુધીમાં પૂર્વ અને યુરોપ વચ્ચે ખાંડ નો વેપાર નોંધપાત્ર બન્યો હતો,પરંતુ ઉત્પાદન ખૂબ મહેનત ભર્યું હોવા થી તેની કિંમત ઊંચી રહેતી હતી, યુરોપના અમીર વર્ગ અને રાજવી પરિવારો માટે ખાંડથી બનેલી મીઠાઈઓ પ્રતિષ્ઠાનું પ્રતીક બની હતી, અરબો દ્વારા ખાંડ યુરોપ સુધી પહોંચી અરબોના વિસ્તરણ સાથે શેરડીની ખેતી અને ખાંડ ઉત્પાદનની પદ્ધતિ મધ્ય પૂર્વમાંથી ઉત્તર આફ્રિકા અને યુરોપના કેટલાક વિસ્તારો સુધી પહોંચી. સ્પેનના દક્ષિણ ભાગ, સિસિલી અને ભૂમધ્ય સાગર ના અન્ય વિસ્તારો માં શેરડી ની ખેતી શરૂ થઈ, ત્યાર બાદ પોર્ટુગીઝ અને સ્પેનિશ શક્તિ ઓ એ શેરડીને એટલાન્ટિક ટાપુઓ અને નવી દુનિયા સુધી પહોંચાડી.
૧૫મી અને ૧૬મી સદીમાં ખાંડ ઉદ્યોગમાં મોટો વળાંક
૧૫મી સદી પછી ખાંડનું ઉત્પાદન ઝડપથી વધવા લાગ્યું ,મેડેઇરા, કેનેરી ટાપુ ઓ અને ત્યારબાદ બ્રાઝિલ તથા કેરેબિયન વિસ્તારોમાં શેરડી ના મોટા પાયે વાવેતર શરૂ થયા , નવી દુનિયામાં વિશાળ વાવેતર અને મજૂરી આધારિત ઉત્પાદન વ્યવસ્થાએ ખાંડને વૈશ્વિક વેપાર ની મોટી કોમોડિટી બનાવી દીધી. આ સમયગાળામાં ખાંડનો ઇતિહાસ યુરોપીયન વસાહતી વિસ્તરણ અને એટલાન્ટિક વેપારના ઇતિહાસ સાથે પણ ગાઢ રીતે જોડાઈ ગયો. એમાં પણ ઔદ્યોગિક ક્રાંતિ એ તો જાણે ખાંડને બદલી નાખી ૧૮મી અને ૧૯ મી સદી માં ટેકનોલોજીના વિકાસ સાથે ખાંડનું ઉત્પાદન વધુ કાર્યક્ષમ બન્યું , શેરડીના રસમાંથી ખાંડ મેળવવા માટે રસ કાઢવો, શુદ્ધિકરણ, બાષ્પીભવન, સ્ફટિકીકરણ અને અંતે મોલાસિસ અલગ કરવાની પ્રક્રિયા ઓ વધુ વૈજ્ઞાનિક બની.
આ સમયગાળામાં શેરડી ઉપરાંત સુગર બીટમાંથી ખાંડ બનાવવાની પદ્ધતિનો પણ વિકાસ થયો, યુરોપમાં બીટમાં થી મળતી ખાંડ અને શેરડીમાંથી મળતી ખાંડ વચ્ચેની વૈજ્ઞાનિક સમાનતા ૧૮મી સદીમાં સ્પષ્ટ થઈ હતી.
ભારતમાં આધુનિક ખાંડ ઉદ્યોગનો થયો ઉદય, આમ તો ભારતમાં હજારો વર્ષ થી શેરડી અને ગોળનું ઉત્પાદન થતું હતું, પરંતુ આધુનિક ઔદ્યોગિક ખાંડ મિલો નો વિકાસ મુખ્યત્વે ૧૯ મી અને ૨૦ મી સદીમાં થયો, વર્ષ ૧૯૩૧ ...૩૨ પછી ભારતના ખાંડ ઉદ્યોગને આયાત સામે ટેરિફ સુરક્ષા મળતાં આધુનિક મિલોના વિકાસને મોટો વેગ મળ્યો.આ સમયગાળામાં ખાંડ મિલોની સંખ્યા ઝડપથી વધી, એક અભ્યાસ મુજબ ૧૯૩૧-૩૨માં ભારતમાં આશરે ૨૯ મિલો હતી, જે ૧૯૩૬-૩૭ સુધીમાં વધીને ૧૩૭ થઈ ગઈ, ખાંડનું ઉત્પાદન પણ આશરે ૧.૬૧ લાખ ટન થી વધી ને ૯.૫ લાખ ટન થયું, અને આ સમયગાળો ભારતીય આધુનિક ખાંડ ઉદ્યોગના વિકાસ માટે મહત્વનો વળાંક સાબિત થયો. ૧૯૩૨નું વર્ષ ભારતીય ખાંડ ઉદ્યોગ માટે ખાસ મહત્વ ધરાવે છે, આ વર્ષે ખાંડ ઉદ્યોગને ટેરિફ સુરક્ષા મળ્યા બાદ ભારતમાં ખાંડ મિલોની સંખ્યા અને ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર વધારો થયો, એ જ સમયગાળામાં ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનની સ્થાપના થઈ, જે આજે પણ ભારતીય ખાંડ ઉદ્યોગની મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે. સ્વતંત્રતા પછી ભારત માં ખાંડ ઉદ્યોગે વધુ મોટો વિકાસ કર્યો, ખાસ કરી ને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને અન્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં સહકારી ખાંડ મિલો ની વ્યવસ્થા વિકસતી ગઈ.
૧૯૬૦માં નેશનલ ફેડરેશન ઑફ કો ઓપરેટિવે સુગર ફેક્ટરીઝ ની સ્થાપના થઈ, જેનાથી સહકારી ખાંડ ઉદ્યોગને રાષ્ટ્રીય સ્તરે સંગઠિત માળખું મળ્યું , ગોળથી લઈને સફેદ ખાંડ અને હવે ઇથેનોલ સુધી, આજે ખાંડ ઉદ્યોગ માત્ર ખાંડ બનાવવાનો ઉદ્યોગ રહ્યો નથી, શેરડીમાંથી ખાંડ ઉપરાંત મોલાસિસ, ઇથેનોલ, બેગાસ અને વીજળી જેવા ઉત્પાદનો પણ મેળવવામાં આવે છે, એટલે શેરડી આધારિત ઉદ્યોગ હવે બહુ ઉત્પાદન આધારિત બાયો- ઇકોનોમીનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. ખાંડ મિલો માં શેરડીના અવશેષ બેગાસનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે પણ થઈ શકે છે, જ્યારે મોલાસિસ માં થી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. આજે ભારત વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાંનો એક છે અને ભારતીય ખાંડ ઉદ્યોગ લાખો શેરડી ખેડૂતો તથા મોટી સંખ્યા માં કામદારોની આજીવિકા સાથે જોડાયેલો છે. ખાંડની માંગ, શેરડીના ભાવ, વરસાદ, સિંચાઈ, ઇથેનોલ નીતિ અને વૈશ્વિક ખાંડ ના ભાવ આ બધા પરિબળો ભારતીય ખાંડ ઉદ્યોગને અસર કરે છે.
ખાંડના ઇતિહાસ ની સૌથી રસપ્રદ બાબતોમાંની એક તેનું નામ છે, સંસ્કળતનું ‘શર્કરા' પર્શિયન ‘શકર' અરબી ‘સુક્કર' લેટિન ‘સક્કારુમ' યુરોપિયન ભાષા ઓ ના વિવિધ રૂપો અને અંતે અંગ્રેજી ‘સુગર', એટલે કે આજે દુનિયાભરમાં બોલાતો ‘સુગર' શબ્દ પણ પ્રાચીન ભારતીય ‘શર્કરા' સાથે ઐતિહાસિક રીતે જોડાયેલો છે.
એક વાકય માં કહીએ તો ખાંડની કહાની માત્ર એક મીઠા પદાર્થની કહાની નથી, આ ભારતની પ્રાચીન કળષિ, વૈજ્ઞાનિક જ્ઞાન, વેપાર, પર્શિયા અને અરબ વિશ્વ સાથેના સાંસ્કળતિક સંબંધો, યુરોપીયન વસાહતી વિસ્તરણ, ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક કળષિ અર્થતંત્રની હજારો વર્ષ લાંબી સફર છે, એક સમયની દુર્લભ અને રાજાશાહી વસ્તુ આજે વિશ્વના લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, શેરડીના રસથી શરૂ થયેલી આ સફર આજે ખાંડથી આગળ વધી ઇથેનોલ, બાયો ઇંધણ અને ઊર્જા સુધી પહોંચી ગઈ છે, ખાંડની મીઠાશ પાછળનો ઇતિહાસ ખરેખર હજારો વર્ષ જેટલો જ રસપ્રદ છે. હવે જો આપણે વિશ્વમાં ખાંડનું ઉત્પાદન અને વપરાશ કર્તા દેશોને જોઈએ તો, વિશ્વમાં ચા-કોફી થી લઈને મીઠાઈ, બિસ્કિટ, ઠંડાં પીણાં અને વિવિધ ખાદ્ય ઉત્પાદનો સુધી ખાંડનો વ્યાપક ઉપયોગ થાય છે, તેથી ખાંડ માત્ર ખાદ્ય પદાર્થ નથી, પરંતુ વિશ્વની કળષિ અને વેપાર વ્યવસ્થા માં મહત્વની કોમોડિટી છે.
વર્ષ ૨૦૨૫/૨૬ના એક રિપોર્ટ અનુસાર અંદાજ મુજબ વિશ્વમાં કુલ ખાંડ નું ઉત્પાદન આશરે ૧૮.૯૩ કરોડ મેટ્રિક ટન રહેવાનું હતું, તેમાં બ્રાઝિલ અને ભારત સૌથી મોટા ઉત્પાદકો છે.
બ્રાઝિલ વિશ્વનો નંબર-૧ ખાંડ ઉત્પાદક
વિશ્વના ખાંડ બજારમાં બ્રાઝિલનું સૌથી મજબૂત સ્થાન છે વર્ષ ૨૦૨૫/૨૬ માટે USDA ના અંદાજ મુજબ બ્રાઝિલમાં આશરે ૪.૪૪ કરોડ ટન ખાંડનું ઉત્પાદન થવાનું હતું , બ્રાઝિલની ખાસિયત એ છે કે શેરડીમાંથી ખાંડ ઉપરાંત મોટા પ્રમાણમાં ઇથેનોલ પણ બનાવવામાં આવે છે, ૨૦૨૬/૨૭ માટેના USDA અહેવાલમાં પણ બ્રાઝિલને વિશ્વનો સૌથી મોટો શેરડી અને ખાંડ ઉત્પાદક ગણાવવામાં આવ્યો છે, બ્રાઝિલનું સ્થાનિક ખાંડ વપરાશ ઉત્પાદન ની સરખામણીએ ઘણું ઓછું હોવાથી તે વિશ્વનો સૌથી મોટો ખાંડ નિકાસકાર પણ છે.
ભારત બીજા ક્રમે, પરંતુ વપરાશમાં આગળ
ખાંડ ઉત્પાદન માં ભારત નું સ્થાન વિશ્વ માં બીજું છે, USDA ના ૨૦૨૫/૨૬ અંદાજ પ્રમાણે ભારતનું ઉત્પાદન આશરે ૩.૫ કરોડ ટન અને સ્થાનિક વપરાશ આશરે ૩.૧ કરોડ ટન રહેવાનો અંદાજ હતો, આમ ભારત માત્ર મોટો ઉત્પાદક જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોટા ખાંડ વપરાશકારો માં નો એક છે, ભારત ના ૨૦૨૬/૨૭ અંગે USDAના અહેવાલમાં સતત સારા ચોમાસા અને ભૂગર્ભ જળ સંગ્રહમાં સુધારાને કારણે શેરડી ના વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતા માં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે, ઉત્પાદન સ્થાનિક વપરાશ કરતાં વધારે રહેવાની પણ ધારણા છે.
યુરોપિયન યુનિયન ત્રીજા ક્રમે, યુરોપિયન યુનિયન વિશ્વના મોટા ખાંડ ઉત્પાદક પ્રદેશોમાં ત્રીજા ક્રમે છે
૨૦૨૫/૨૬ માટે ઉત્પાદન આશરે ૧.૫૫ કરોડ ટન રહેવા નો USDA નો અંદાજ હતો, જો કે શેરડીને બદલે યુરોપમાં મુખ્યત્વે સુગર બીટમાંથી ખાંડ બનાવવામાં આવે છે, ઉત્પાદનની સરખામણીએ યુરોપિયન યુનિયનનું સ્થાનિક વપરાશ વધારે હોવાથી તેને ખાંડની આયાતની પણ જરૂર પડે છે.
ચીનઃ ઉત્પાદન કરતાં વપરાશ વધારે, ચીન વિશ્વ ના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાં ચોથા ક્રમે છે, ૨૦૨૫/૨૬ માં ચીનનું ઉત્પાદન આશરે ૧.૧૫ કરોડ ટન રહેવાનો અંદાજ હતો, જ્યારે તેનો સ્થાનિક વપરાશ આશરે ૧.૫૮ કરોડ ટન જેટલો હતો, એટલે ચીન પોતા ની જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પર પણ આધાર રાખે છે, આ પરિસ્થિતિ ને કારણે ચીન વિશ્વના મહત્વના ખાંડ આયાતકાર દેશોમાં સામેલ છે.
થાઈલેન્ડઃ મોટો ઉત્પાદક અને નિકાસકાર, થાઈલેન્ડ પણ વિશ્વના ખાંડ બજારમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે, ૨૦૨૫/૨૬ માટે થાઈલેન્ડનું ઉત્પાદન આશરે ૧.૦૩ કરોડ ટન રહેવાનો અંદાજ હતો, તેની સ્થાનિક જરૂરિયાત ઉત્પાદન કરતાં ઘણી ઓછી હોવા થી મોટા પ્રમાણમાં ખાંડ નિકાસ કરી શકાય છે, USDA ના અંદાજ મુજબ તે સિઝનમાં થાઈલેન્ડની નિકાસ આશરે ૭૦ લાખ ટન સુધી રહેવાની ધારણા હતી, ૨૦૨૬/૨૭ માટે થાઈલેન્ડના ઉત્પાદન અને નિકાસમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ શેરડીના વાવેતર વિસ્તાર અને ખેડૂતોને મળતા ભાવમાં ઘટાડો છે.
અમેરિકાઃમોટો ગ્રાહક, પરંતુ ઉત્પાદન પૂરતું નથી અમેરિકા પણ ખાંડ નો મોટો ઉત્પાદક છે, પરંતુ તેનો સ્થાનિક વપરાશ ઉત્પાદન કરતાં વધારે છે, ૨૦૨૫/૨૬માં અમેરિકા નું ખાંડ ઉત્પાદન આશરે ૮૫ લાખ ટન રહેવાનો USDAનો અંદાજ હતો, બીજી તરફ સ્થાનિક વપરાશ આશરે ૧.૦૯ કરોડ ટન જેટલો હતો, આથી અમેરિકા પણ ખાંડની આયાત કરે છે.
રશિયાઃ રશિયા પણ ખાંડનું મહત્વનું ઉત્પાદક અને ગ્રાહક દેશ છે, USDA ના અગાઉના ઉપલબ્ધ આંકડા મુજબ રશિયામાં ખાંડનું સ્થાનિક વપરાશ આશરે ૬૦ લાખ ટનની આસપાસ છે, દેશ માં મુખ્યત્વે સુગર બીટ આધારિત ઉત્પાદન થાય છે.
પાકિસ્તાનઃ પાકિસ્તાનમાં શેરડી આધારિત ખાંડનું મોટું ઉત્પાદન થાય છે, દેશમાં સ્થાનિક વપરાશ પણ ઉત્પાદન ની નજીક હોવાથી ઉત્પાદન અને વપરાશ વચ્ચેનું સંતુલન અહીં ખૂબ મહત્વનું બને છે, ખાંડના ભાવ અને શેરડીના પાકની સ્થિતિ પાકિસ્તાનના ખાંડ બજારને સીધી અસર કરે છે.
મેક્સિકોઃ મેક્સિકો પણ વિશ્વના મહત્વના ખાંડ ઉત્પાદક દેશોમાં છે, દેશનું ઉત્પાદન સ્થાનિક વપરાશ કરતાં થોડું વધારે હોવાથી તે ખાંડની નિકાસ પણ કરે છે, અમેરિકા મેક્સિકન ખાંડનું મહત્વનું બજાર છે.
ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાનું ઉત્પાદન આશરે ૪૦ લાખ ટનના સ્તરે છે, દેશની સ્થાનિક જરૂરિયાતની સરખામણી એ ઉત્પાદન વધારે હોવાથી ઓસ્ટ્રેલિયા વિશ્વના મહત્વના ખાંડ નિકાસકારોમાં સામેલ છે.
વિશ્વ ના મુખ્ય ખાંડ ઉત્પાદકો ૨૦૨૫/૨૬ ના USDA અંદાજ મુજબ આશરે સ્થિતિ આ પ્રમાણે છેઃ
૧. બ્રાઝિલ ラ ૪.૪૪ કરોડ ટન
૨. ભારત ラ ૩.૫૩ કરોડ ટન
૩. યુરોપિયન યુનિયન ラ ૧.૫૫ કરોડ ટન
૪. ચીન ラ ૧.૧૫ કરોડ ટન
૫. થાઈલેન્ડ ラ ૧.૦૩ કરોડ ટન
૬. અમેરિકા ラ આશરે ૮૫ લાખ ટન
આ પાંચ મોટા ઉત્પાદકોラબ્રાઝિલ, ભારત, ચ્શ્, ચીન અને થાઈલેન્ડラવિશ્વના ખાંડ ઉત્પાદનનો ખૂબ મોટો હિસ્સો ધરાવે છે.
સૌથી વધારે ખાંડ કયાં વપરાય છે? ખાંડના વપરાશ માં ભારત, ચ્શ્, ચીન અને અમેરિકા જેવા દેશો સૌથી આગળ છે, USDA ના ઉપલબ્ધ આંકડા પ્રમાણે ભારત નું વાર્ષિક માનવ વપરાશ આશરે ૨.૭ કરોડ ટનથી વધુ, EUનું આશરે ૧.૮૮ કરોડ ટન, ચીનનું આશરે ૧.૭૫-૧.૭૮ કરોડ ટન અને અમેરિકાનું આશરે ૧.૦૯ કરોડ ટન છે, આ આંકડા ઓ પર થી સ્પષ્ટ થાય છે કે મોટું ઉત્પાદન હોવું અને મોટો નિકાસકાર હોવું બે અલગ બાબતો છે, બ્રાઝિલ સૌથી મોટો ઉત્પાદક છે, પરંતુ તેની સ્થાનિક જરૂરિયાત પ્રમાણ માં ઓછી હોવાથી તે વિશાળ નિકાસ કરે છે, બીજી તરફ ભારતનું ઉત્પાદન મોટું હોવા છતાં સ્થાનિક વપરાશ પણ અત્યંત મોટું છે.
ખાંડની વૈશ્વિક નિકાસ માં કોણ આગળ? વિશ્વના ખાંડ વેપાર માં બ્રાઝિલનું પ્રભુત્વ સૌથી વધારે છે,
૨૦૨૫/૨૬ માટે બ્રાઝિલ ની ખાંડ નિકાસ આશરે ૩.૫૮ કરોડ ટન રહેવાનો અંદાજ હતો, થાઈલેન્ડ અને ભારત પણ મોટા નિકાસકારો છે,
આથી વિશ્વ માં ખાંડના ભાવ નક્કી થવામાં બ્રાઝિલ ા શેરડીના પાક, હવામાન અને ખાંડ-ઇથેનોલના ઉત્પાદનના નિર્ણયની મોટી અસર પડે છે.
ખાંડના વિશ્વ બજારનું સરળ ગણિત
બ્રાઝિલ : સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો નિકાસકાર
ભારત : બીજો સૌથી મોટો ઉત્પાદક અને વિશ્વના સૌથી મોટા ગ્રાહકો માં નો એકચીન ઉત્પાદન કરતાં વપરાશ વધારે, તેથી મોટો આયાતકાર EU મોટું ઉત્પાદન, પરંતુ વપરાશ પણ વધારે થાઈલેન્ડ : મોટો ઉત્પાદક અને મોટો નિકાસકાર અમેરિકા : ઉત્પાદન કરતાં વપરાશ વધારે, તેથી આયાતની જરૂરિયાત
ભારત માટે આ સ્થિતિનો અર્થ શું? ભારત માટે ખાંડનું ગણિત માત્ર ઉત્પાદન પૂરતું નથી, શેરડીનું ઉત્પાદન, ખેડૂતો ને ચૂકવાતો ભાવ, ખાંડ ના સ્થાનિક ભાવ, નિકાસ નીતિ, બફર સ્ટોક, ઇથેનોલ ઉત્પાદન અને ચોમાસુંラઆ બધા પરિબળો ભારતના ખાંડ બજારને અસર કરે છે.
ખાસ કરીને ઇથેનોલ નું ઉત્પાદન વધારવા ના -યાસો ને કારણે હવે શેરડીમાં થી કેટલી ખાંડ અને કેટલું ઇથેનોલ બનાવવું તે પણ ઉદ્યોગ માટે મહત્વનો નિર્ણય બની ગયો છે. હવે દરેક ને સવાલ થાય કે ખાંડના ભાવ અચાનક કેમ વધ્યા..
૨૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ દેશ નો સરેરાશ છૂટક ભાવ આશરે રૂ.૪૮.૧૮ પ્રતિ કિલો હતો, જે ૨૦ ઓગસ્ટે વધીને રૂ.૫૫.૭૦ પ્રતિ કિલો થયોラલગભગ એક મહિના માં રૂ.૭.૫૦ થી વધુ નો વધારો, અને છેલ્લા બે મહીના માં રિટેલ માં આશરે ૪૦% જેટલો ભાવ વધારો જોવા મળ્યો હતો.
૧ખાંડનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઘણું ઓછું થયું
આ સૌથી મહત્વનું કારણ છે.
શરૂઆત માં ૨૦૨૫-૨૬ સિઝન માટે આશરે ૩૪૩ લાખ ટન ઉત્પાદન નો અંદાજ હતો, પરંતુ હવે સરકાર નો સુધારેલો અંદાજ માત્ર ૩૦૬ લાખ ટન છેラઅર્થાત્ લગભગ ૩૭ લાખ ટન નો ઘટાડો.
૨ શેરડી ના પાક ને રોગ અને ભારે વરસાદ થી નુકસાન મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત સહિતના વિસ્તારો માં ભારે વરસાદ થી વોટર લોગીંગ થયું હોવાનું કહેવાય છે, ઉપરાંત શેરડી માં રેડ રોટ અને ટોપ બ્રોરર જેવા રોગોનો પ્રકોપ થયો, જેના કારણે શેરડીની ઉપજ અને ખાંડની રિકવરી બંનેને અસર થઈ.
૩ તહેવારો પહેલાં માંગ વધવાની શરૂઆત, હવે રક્ષાબંધન,ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો આવવાના હોવાથી ઓગસ્ટ થી નવેમ્બર દરમિયાન ખાંડ ની માંગ સામાન્ય કરતાં વધે છે,
આ વખતે બજાર માં અગાઉ થી જ ભાવ વધવા લાગ્યા છે, જેના કારણે વેપારી ઓ અને મોટા વપરાશકારો પણ વધુ સ્ટોક રાખવા ની દોડ માં આવ્યા હોવા ની સરકારને ચિંતા છે.
૪ વૈશ્વિક બજાર માં પણ ખાંડ મોંઘી થઈ, આ સમસ્યા માત્ર ભારતની નથી,
સરકાર ના જણાવ્યા -માણે ૨૦૨૬-૨૭ માં વૈશ્વિક ખાંડ નું સંભવિત ઉત્પાદન-વપરાશ અંતર આશરે ૩૩ લાખ ટન રહેવાનો અંદાજ છે, આંતરરાષ્ટ્રીય ભાવ પણ ૩૦ જૂને લગભગ ઼ ૪૭૪ -તિ ટન થી વધીને ૨૦ ઓગસ્ટે ઼૫૫૨ -તિ ટન થયા હોવાનું કહેવાય છે.
૫ શું ઇથેનોલ માટે ખાંડ વાળવાથી ભાવ વધ્યા..?
આ મુદ્દે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે આ કારણને નકારી કાઢયું છે, સરકારના જણાવ્યા મુજબ ઇથેનોલ માટે વપરાતી ખાંડ નો હિસ્સો ૨૦૨૨-૨૩ ના આશરે ૧૨% થી ઘટી ને ૨૦૨૫-૨૬ માં લગભગ ૯% થયો છે, એટલે સરકાર કહે છે કે હાલ ના ભાવવધારા માટે ઇથેનોલ મુખ્ય કારણ નથી. ત્યારે સવાલ થાય કે આ ભાવવધારા ને કાબુ માં લેવા હવે સરકાર શું કરી રહી છે...? તો આના માટે સરકારે પહેલે થી જ અનેક પગલાં લીધાં છે.
૧. ૧૦ લાખ ટન ખાંડની ડ્યુટી-ફ્રી આયાત આ સૌથી મોટું પગલું છે, સરકારે લગભગ ૧૦ લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે, જે ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી કરવાની છે, લગભગ એક દાયકામાં પ્રથમ વખત ભારતે આ પ્રકારની આયાત ને મંજૂરી આપી છે, એટલે સરકારનો હેતુ સ્પષ્ટ છે કે દેશમાં પુરવઠો વધારવો અને ભાવને કાબૂમાં લાવવા.
૨. વેપારીઓ ના સ્ટોક પર નિયંત્રણ ૧ ઓગસ્ટ થી ૩૦ નવેમ્બર સુધી ખાંડના ડીલરો માટે ૪૦૦ ટનનું સ્ટોક લિમિટ લાગુ કરવા માં આવ્યું છે. અને ૧ સપ્ટેમ્બરથી મોટા બલ્ક ગ્રાહકો ને ૧૫ દિવસથી વધારે વપરાશ જેટલો સ્ટોક રાખવાની મંજૂરી નહીં રહે.
૩. હોલ્ડિંગ અને કાળાબજારી સામે તપાસ કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ટીમો ખાંડ મિલો માં જઈને વાસ્તવિક સ્ટોકની તપાસ કરી રહી છે, જેથી કળત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારવામાં આવે છે કે નહીં તે જાણી શકાય.
૪. ખાંડ મિલો વહેલી શરૂ કરાવાશે સરકારે શેરડીનું નવી ક્રશિંગ સિઝન લગભગ ૧૫ ઓક્ટોબરથી શરૂ કરવા માટે રાજ્યો અને મિલોને સલાહ આપી છે, સરકારનું અનુમાન છે કે સામાન્ય રીતે ઓક્ટોબરમાં ૩-૪ લાખ ટન જેટલું ઉત્પાદન થતું હોય છે, જ્યારે વહેલી શરૂઆત થી ઓક્ટોબરમાં ૧૦ લાખ ટનથી વધુ ખાંડ ઉપલબ્ધ થઈ શકે છે.
૫. આયાત કરેલી રો સુગરમાંથી સ્થાનિક બજારમાં વધારાનો પુરવઠો બંદર પર આવેલી કેટલીક રિફાઇનરીઓને અગાઉ નિકાસ માટે આયાત કરેલી કાચી ખાંડને સ્થાનિક બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવી છે, તેનાથી તાત્કાલિક આશરે ૩-૪ લાખ ટન વધારાની ખાંડ બજાર માં આવી શકે છે.
હવે ભાવ કયાં જશે? મારા મત મુજબ, ભાવમાં તરત જ બહુ મોટો ઘટાડો થવાની શકયતા કરતાં ધીમે ધીમે સ્થિરતા આવવાની શકયતા વધારે છે. કારણ કે સરકાર એકસાથે ત્રણ તરફથી પુરવઠો વધારી રહી છેઃ ૧૦ લાખ ટન આયાત + ૩-૪ લાખ ટન વધારા નો તાત્કાલિક પુરવઠો + ઓક્ટોબર માં વહેલી નવી ખાંડ નું ઉત્પાદન.
સરકારના Food સેક્રેટરી એ એ પણ જણાવ્યું છે કે તાજેતરના પગલાં બાદ છૂટક ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની અપેક્ષા છે.જોકે એક બાબત મહત્વની છે કે આ વર્ષે ઉત્પાદન ૩૦૬ લાખ ટન જ રહેવાનો અંદાજ છે, જ્યારે દેશ ની વાર્ષિક જરૂરિયાત આશરે ૨૮૦-૨૮૫ લાખ ટન છે, એટલે આખી સિઝન દરમિયાન સરકાર માટે પુરવઠા અને ભાવનું સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે.
ટૂંકમાં કહીએ તોઃ પાક ઓછો થયો-> ઉત્પાદન ઘટયુેં-> સ્ટોક પર દબાણ આવ્યું ે->તહેવારોની માંગ નજીક આવી->વેપારમાં સટ્ટાકીય દબાણ/સ્ટોકિંગ થય-> ભાવ ઝડપથી વધ્યા. અને સરકારનો હાલનો ઉપાય છેઃ આયાત+ સ્ટોક લિમિટ + ર્હોડિંગ સામે કાર્યવાહી + વહેલી ક્રશિંગ સિઝન + વધારા નો સ્થાનિક પુરવઠો. એટલે હાલની સ્થિતિને ‘‘દેશ માં ખાંડ ખતમ થઈ ગઈ છે'' એવી અછત કરતાં ‘‘પુરવઠા અને બજારની અપેક્ષાઓ ને કારણે સર્જાયેલો ભાવવધારો'' કહેવું વધુ યોગ્ય છે. કેન્દ્ર સરકારે ૧૦ લાખ મેટ્રિક ટન કાચી ખાંડ ની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે, જે ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી કરી શકાશે,પરંતુ એક મહત્વની વાત છે
૧૦ લાખ ટન આખી ખાંડ તરત જ ભારતમાં આવી જશે એવું નથી , મુખ્યત્વે આયાત બ્રાઝિલ માં થી થવાની શકયતા છે, બ્રાઝિલ થી ભારત સુધી જહાજ દ્વારા ખાંડ આવવામાં આશરે ૪૦-૪૫ દિવસ લાગી શકે છે, તેથી મોટાભાગનો આયાતી પુરવઠો ઓક્ટોબર આસપાસ બજારમાં પહોંચવાની શકયતા છે.
સાથે સાથે સરકારની મંજૂરી ૧૦ લાખ ટન માટે છે, પરંતુ વાસ્તવ માં કેટલી ખાંડ ભારતમાં આવશે તે આંતરરાષ્ટ્રીય ભાવ અને આયાતકારોના નિર્ણય પર પણ આધાર રાખશે, એ પણ સ્પષ્ટ જણાય છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
