<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભુલને કબુલ ન કરવી એ સોૈથી મોટી ભુલ છેઃ પૂ. મોરારીબાપુ

અમેરિકા-બોસ્‍ટનમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ‘માનસ ગુરૂપ્રસાદ' શ્રી રામકથાનો વિરામઃ હવે ૧ સપ્‍ટેમ્‍બરથી કર્ણાટકમાં ‘શ્રી રામ કથા'નો પ્રારંભ

રાજકોટ, તા.૨૪: પૂ. મોરારીબાપુના વ્‍યાસાસને બોસ્‍ટન-અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં યોજાયેલી રામકથા‘માનસ ગુરૂપ્રસાદ'નુ ગઇકાલે-રવિવારે ભાવસભર વાતાવરણમાં સમાપન થયું હતું. હવે પછીની રામકથા, કર્ણાટક-ઉડીપીની ભૂમિ પર તા.૦૧/૦૯/૨૬થી તા.૦૯/૦૯/૨૬ દરમ્‍યાન યોજાશે.

પૂ. મોરારીબાુપએકથાના આઠમાં દિવસ (શનિવાર ની પ્રેમસંવાદમાં કહયું હતું કે અમારા કથા જગતના પં. કિંકરજી મહારાજ-કહેતા કે ભગવતગીતામાં યોગ છે. રામચરિત માનસમાં  પ્રયોગ છે. અહી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જ્ઞાન છે તો માનસમાં વિજ્ઞાન છે. મારા ગુરૂ (દાદા) એ મને રામાયણ આપી પણ દુનિયાને એણે મહાભારતની કથા સંભાળવી હતી.. રામ સાધુ છે. સીતા સાધ્‍વી છે. લક્ષ્મણજી તુફાની સાધુ છે. હનુમાનજી પણ તુફાની સાધુ છે. સાધુ સંકોચી હોય છે. હું એને શરમાની સાધુ કહું છું, કાગભુસંડીજી શિવાજી સાધુ છે.

કથામાં કોણ પ્રવેશી શકે? તાજગી અને સાદગી હોય એ પ્રવેશી શકે છે. અમારા સુમનભાઇ (ડો. સુમન શાહ) એ સરસ નિરીક્ષણ કર્યું છે કે- તાજગી અને સાદગી બંને હોવી જોઇએ એટલે અહી શ્રુંગારનો વિરોધ નથી..‘સાદગી શ્રૃંગાર બન ગઇ' આયને કી હાર હો ગઇ' સાદગી હશે તો હનુમાનજી કથામાં પ્રવેશની પરવાનગી આપશે.

મોરારીબાપુએ કહયુ કે, બ્રાહ્મણ- વિપ્ર મળે તો કયો પ્રસાદ આપે? વેદપ્રસાદ આવે- વિપ્ર આપણને વેદનો પ્રસાદ આપે છે. સાધુ કયા- કયા પ્રસાદ આપે? પૂર્પતઃ અશ્રિત હોય એને સાધુ પાસેથી ગુરૂપ્રદાસ મળે છે. સાધુ તમને ગર્વથી મુકિત અને ગોૈરવથી ભરી દે છે, એ ગરીબીનો પ્રસાદ આપે છે. સ્‍વભાવતી ગરિબાઇ, સાધુ ગાન આપે છે, ગ્રંથ અને ગ્રંથિઓથી મુકત એવી અંદરની અમીરાઇ આવે છે, ભીતરી આનંદ, સાધુ ગિરિવરની સ્‍મૃતિ આવે છે, ગરલામૃત આપે છે, સંદેહોથી મુકત કરે છે, ગંતવ્‍યની પ્રાપ્તિ (મંઝીલ) આપે છે અને છેલ્લે ખુબ જરૂરી - અગત્‍યનો પ્રસાદ એટલે ગુરૂ આપણને ગોવિંદ આવે છે.

ગઇકાલે (રવિવાર) કથાના સમાપન દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતા પ્રિય બાપુએ કહયુ કે મને કોઇએ પુછયુ છે કે, બાપુ, તમે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કેમ આવ્‍યા! જવાબઃ હું અહિ ભણવા કે ભણાવવા નથી આવ્‍યો હું તો પ્રસાદ વહેંચવા આવ્‍યો છું. એક લોકસાહિત્‍યના પ્રેમી યુવાને પુછયુ કે બાપુ, લોકકલાકારો કાર્યક્રમની શરૂઆતમાં પંચદેવની સ્‍તુતિ કરે છે કે- પંચદેવ આવી રક્ષા કરો...' તો તમે કથામાં કયા પંચદેવને યાદ કરો છો? જવાબઃ કથામાં આ પંચદેવ સાવધાન કરે છે, દરેક કથાકારોએ આ ધ્‍યાનમાં રાખવા જેવુ છે. (૧) શબ્‍દદેવ (ર) સૂરદેવ (૩) સ્‍વરદેવ (૪) લયદેવ અને (પ) તાલદેવ આ પંચદેવ આપણને સાવધાન કરે છે/ સાવધાની રાખે છે.

ગુરૂપ્રસાદરૂપે પાંચ પ્રકારની શિક્ષા, દિક્ષા અને ભિક્ષા આપણને ગુરૂ આપે છે. પાંચ પ્રકારની શિક્ષા (૧) વિદ્યા (ર) વિનય (૩) નિપુણ (૪) ગુણ (પ) શીલ પાંચ પ્રકારની દિક્ષા (૧) શબ્‍દ (ર) સ્‍પર્શ (૩) રૂપ (૪) રસ (પ) ગંધ પાંચ પ્રકારની ભિક્ષા (૧) અભય (ર) અભેદ (૩) અમન- શાંતિ- શાતા (૪) અમલ- નિર્મલ (પ)અશ્રુ પૂ.મોરારીબાપુએ કહયુ કે ભુલને કબુલ ન કરવી એ સોૈથી મોટી ભુલ છે. (મનોજ જોશી ‘‘મજો'' મો.૮૧૪૦૨ ૧૩૧૩૦, મો.૯૪૨૬૨ ૪૨૧૧૫)

 

(2:27 PM IST)